<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

મનુ ભાકરે ફરી ઇતિહાસ રચ્‍યોઃ સરબજોત સાથે જીત્‍યો બ્રોન્‍ઝ

૧૦ મીટર પિસ્‍તોલ મિસ્‍ડ ટીમ ઇવેન્‍ટમાં કોરીયાને ૧૬-૧૦ થી પછાડયું: એક જ ઓલિમ્‍પિકસમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બનતી મનુ ભાકરઃ દેશવાસીઓ તરફથી અભિનંદનવર્ષા

નવી દિલ્‍હી તા. ૩૦: પેરિસ ઓલિમ્‍પિકમાં ભારતને પહેલો મેડલ અપાવનાર સ્‍ટાર શૂટર મનુ ભાકરે દેશને વધુ એક મેડલ આપ્‍યો છે. તેનો પાર્ટનર સરબજોત સિંહ ૧૦ મીટર પિસ્‍તોલ મિક્‍સ્‍ડ ટીમ ઈવેન્‍ટમાં બ્રોન્‍ઝ મેડલ જીત્‍યા છે.

તેમની સ્‍પર્ધા સાઉથ કોરિયાની વોન્‍હો લી અને યે જિન ઓહની જોડી સામે થઈ હતી. ક્‍વોલિફિકેશન રાઉન્‍ડમાં ૨૦ પરફેક્‍ટ શોટ સાથે ૫૮૦ પોઈન્‍ટ મેળવીને, આ ભારતીય જોડીએ બ્રોન્‍ઝ મેડલ મેચ માટે ક્‍વોલિફાય કર્યું હતું.

ભારતની મહિલા શૂટર મનુ ભાકરે ઈતિહાસ રચ્‍યો છે. તેના પાર્ટનર સરબજોત સિંહ સાથે મળીને તેણે દક્ષિણ કોરિયાની ટીમને ૧૬-૧૦ના અંતરથી હરાવીને બ્રોન્‍ઝ મેડલ જીત્‍યો હતો. એક જ ઓલિમ્‍પિકમાં ભારત માટે બે મેડલ જીતનારી મનુ પહેલી એથ્‍લિટ બની ગઈ છે.

(5:29 PM IST)