News of Tuesday, 30th July 2024
પેરિસ ઓલમ્પિક : હોકીમાં ભારતે આયર્લેન્ડને 2-0થી હરાવ્યું : બેડમિન્ટનમાં સાત્વિક-ચિરાગની શાનદાર જીત
ત્રીજા દિવસે ભારત 3 મેડલ જીતશે તેવી અપેક્ષા પરંતુ નિરાશા: હવે ચોથા દિવસે ફરી એકવાર તમામની મનુ ભાકર પર નજર

નવીદિલ્હી : પેરિસ ઓલમ્પિકમાં હોકીમાં ભારતે શાનદાર જીત નોંધાવી છે. ટીમ ઈન્ડિયાએ આયરલેન્ડને 2-0થી હરાવ્યું છે. ઓલિમ્પિકમાં ભારતની આ બીજી જીત છે, જ્યારે ભારતની એક મેચ ડ્રો રહી છે.
બેડમિન્ટન મેન્સ ડબલ્સના ગ્રુપ સ્ટેજમાં સાત્વિક-ચિરાગની જોડીએ ઈન્ડોનેશિયાના મુહમ્મદ રિયાન અર્દિયંતો અને ફજર અલ્ફિયાનની જોડીને હરાવી છે. ભારતીય જોડીએ ઈન્ડોનેશિયાની જોડીને 21-13, 21-13થી હરાવી હતી.
બેડમિન્ટન મેન્સ ડબલ્સના ગ્રુપ સ્ટેજમાં સાત્વિક-ચિરાગની જોડીનો મુકાબલો મુહમ્મદ રિયાન અર્દિયંતો અને ફજર આલ્ફિયાનની જોડી સામે છે, જેમાં સાત્વિક-ચિરાગે પ્રથમ ગેમ 21-13થી જીતી લીધી છે.
તીરંદાજીની મહિલા સિંગલ્સ મેચમાં અંકિતાને હારનો સામનો કરવો પડ્યો છે. વાયોલેટા મેજોરે તેને હરાવ્યો, જેના પછી અંકિતા રાઉન્ડ ઓફ 64માંથી બહાર થઈ ગઈ. તે રાઉન્ડ ઓફ 32 સુધી પહોંચવામાં નિષ્ફળ રહી હતી.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
