News of Tuesday, 30th July 2024
મનુ ભાકરે ઈતિહાસ રચ્યો : પેરિસ ઓલિમ્પિકમાં 2 મેડલ જીત્યા
મનુ ભાકર અને સરબજોત સિંહે 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો: મનુ ભાકરનો પેરિસ ઓલિમ્પિકમાં આ બીજો બ્રોન્ઝ મેડલ

નવી દિલ્હી : ભારતના મનુ ભાકર અને સરબજોત સિંહે ઓહ યે જીન અને લી વોન્હોને હરાવીને 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બંનેએ આ મેચ 16-10થી જીતી હતી.મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો છે. ભારતને વધુ એક મેડલ જીતાડ્યો છે. આ સાથે ભારતના મેડલની સંખ્યા વધીને 2 થઈ ગઈ છે.
મનુ ભાકર એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ પણ બની ગઈ છે. મનુ ભાકરે તેના પાર્ટનર સરબજોત સિંહ સાથે મળીને ભારત માટે બીજો મેડલ જીત્યો. 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચમાં મનુ અને સરબજોતે કોરિયન જોડીને 16-10થી પરાજય આપ્યો હતો.
આ પહેલા મનુ ભાકરે 28 જુલાઈએ પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલની સિંગલ્સ ઈવેન્ટમાં પણ બ્રોન્ઝ મેડલ પર નિશાન સાધ્યું હતું. પેરિસમાં પ્રથમ બ્રોન્ઝ જીતીને મનુએ મેડલ ટેલીમાં ભારતનું ખાતું ખોલાવ્યું હતું. અને હવે, પેરિસમાં તેની પ્રથમ સફળતાના 48 કલાક પછી, મનુ ભાકરે વધુ એક બ્રોન્ઝ જીતીને ઇતિહાસ રચ્યો છે.
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
