News of Wednesday, 31st July 2024
પીવી સિંધુનો પેરિસ ઓલિમ્પિક્સમાં ડંકો : સતત બીજી જીત સાથે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ
પ્લે ગ્રૂપ મેચ જીતી અને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી : એસ્ટોનિયાની કુબા સામે ખૂબ જ વિસ્ફોટક શરૂઆત કરીને મેચમાં એકતરફી લીડ મેળવી

નવી દિલ્હી તા.૩૧ : પેરિસ ઓલિમ્પિક્સ 2024 ના રમતના મહાકુંભના પાંચમા દિવસે, પીવી સિંધુએ શાનદાર શરૂઆત કરી છે. મહિલા બેડમિન્ટન સિંગલ્સના ગ્રુપ Mમાં પીવી સિંધુએ એસ્ટોનિયાની કુબાને સીધા સેટમાં હરાવીને એકતરફી જીત નોંધાવી છે. પેરિસ ઓલિમ્પિકમાં પીવી સિંધુનો આ સતત બીજો વિજય છે. અગાઉ તેણે માલદીવના અબ્દુલ રઝાક સામે આસાન વિજય નોંધાવ્યો હતો.
આજે સિંધુએ એસ્ટોનિયાની કુબા સામે ખૂબ જ વિસ્ફોટક શરૂઆત કરી હતી અને મેચમાં એકતરફી લીડ મેળવી હતી અને 21-5ના વિશાળ માર્જિનથી પ્રથમ ગેમ સરળતાથી જીતી લીધી હતી. આ પછી સિંધુએ ગતિ જાળવી રાખી અને બીજી ગેમ 21-10ના માર્જિનથી જીતી લીધી. તેઓએ કુબાને માત્ર 34 મિનિટમાં હરાવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી.
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
