News of Wednesday, 31st July 2024
પેરિસ ઓલિમ્પિક્સમા પ્રથમ વખત જોડાયેલ ભારતીય યુવા ટેબલ ટેનિસ ખેલાડી શ્રીજા અકુલાએ ઇતિહાસ રચ્યો : સિંગાપોરના જિયાન ઝેંગને હરાવ્યું અને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો
પેરિસ ઓલિમ્પિકમા આ પહેલા, કોઈપણ ટેનિસ ખેલાડી રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કરી શક્યો ન હતો પરંતુ આ વર્ષે અકુલા અને મનિકા બત્રા બંનેએ જોરદાર પ્રદર્શન કરીને આ સિદ્ધિ મેળવી

નવી દિલ્હી તા.૩૧ : ભારતીય યુવા ટેબલ ટેનિસ ખેલાડી શ્રીજા અકુલા, તેની પ્રથમ ઓલિમ્પિક રમી રહી છે, તેણે તેના મજબૂત પ્રદર્શનથી ઈતિહાસ રચ્યો છે. અકુલાએ ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સ રાઉન્ડના રાઉન્ડ ઓફ 32માં સિંગાપોરની જિયાન ઝેંગને હરાવીને જોરદાર પ્રદર્શન કર્યું છે. તેણે જિયાન ઝેંગને 3-2થી હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
પેરિસ ઓલિમ્પિક પહેલા, કોઈપણ ટેનિસ ખેલાડી રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કરી શક્યો ન હતો. પરંતુ આ વર્ષે અકુલા અને મનિકા બત્રા બંનેએ જોરદાર પ્રદર્શન કરીને આ સિદ્ધિ મેળવી છે.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
