તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 5th August 2024
હોકી સેમીફાઈનલ પહેલા ભારતીય ટીમને ફટકો :સ્ટાર ડિફેન્ડર અમિત રોહિદાસ પર પ્રતિબંધ
વિશ્વ ચેમ્પિયન જર્મની સામે અમિત રોહિદાસ આ મેચમાં રમી શકશે નહીં. અમિતનું સસ્પેન્શન હોકી ટીમ માટે મોટો ફટકો છે.

ફોટો amit
પેરિસઃ ઓલિમ્પિકની સેમીફાઈનલ મેચ પહેલા ભારતીય હોકી ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર ડિફેન્ડર અમિત રોહિદાસ પર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ નિર્ણય ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન (FIH) દ્વારા લેવામાં આવ્યો છે. રોહિદાસને બ્રિટન સામેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું. આ ઘટના મેચના બીજા ક્વાર્ટરમાં બની હતી. ત્યારપછી લગભગ 42 મિનિટની રમત બાકી હતી. અમિતની હોકીથી વિરોધી ખેલાડીને ઈજા થઈ હતી. 10 ખેલાડીઓ સાથે રમતા ભારતીય હોકી ટીમે બ્રિટનને હરાવીને સેમી ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
ભારતે તેની સેમીફાઇનલ મેચ જર્મની સામે રમવાની છે. જર્મની હોકીનું વિશ્વ ચેમ્પિયન છે. અમિત રોહિદાસ આ મેચમાં રમી શકશે નહીં. અમિતનું સસ્પેન્શન હોકી ટીમ માટે મોટો ફટકો છે. ઓલિમ્પિકમાં ભારત માટે અત્યાર સુધીની દરેક મેચમાં ડિફેન્ડરે શરૂઆત કરી છે અને તે ટીમનો મુખ્ય સભ્ય રહ્યો છે. આ 31 વર્ષીય ડિફેન્ડર પાસે 10 વર્ષથી વધુનો અનુભવ છે. તેણે 2013માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધીમાં 184 મેચ રમી છે.
ઈન્ટરનેશનલ હોકી ફેડરેશને એક નિવેદન જારી કરીને કહ્યું કે, 'અમિત (ભારતના ખેલાડી નંબર 30)ને FIH આચાર સંહિતાનો ભંગ કરવા બદલ એક (1) મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ ઘટના 4 ઓગસ્ટ 2024 ના રોજ ભારત અને બ્રિટન વચ્ચે મેચ નંબર M32 દરમિયાન બની હતી. સસ્પેન્શન મેચ નંબર M35 પર લાગુ થાય છે જે 6 ઓગસ્ટ 2024 ના રોજ થશે, જ્યાં રોહિદાસ અમિત ભાગ લેશે નહીં. ભારત માત્ર 15 ખેલાડીઓની ટીમ સાથે રમશે.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
