તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 5th August 2024
જયાં સુધી ઓલિમ્પિક્સનો મેડલ નહીં જીતું ત્યાં સુધી રમવાનું નહીં છોડુ : તીરંદાજ દીપિકા કુમારી

નવી દિલ્હી : સતત ચોથી ઓલિમ્પિક્સમાં નિષ્ફળ રહેનાર મલ્ટિપલ વર્લ્ડ કપ મેડલ વિજેતા તીરંદાજ દીપિકા કુમારીએ નિરાશાજનક પ્રદર્શન બાદ મોટું નિવેદન આપ્યું છે.
પેરિસમાં ‘ઇન્ડિયા હાઉસ ખાતે ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે શ્નચોક્કસપણે હું ભવિષ્યમાં વધુ રમવા માગું છું અને મારી રમત ચાલુ રાખીશ. હું ઓલિમ્પિક્સમાં મેડલ જીતવા માગું છું અને જયાં સુધી હું એને હાંસલ નહીં કરું ત્યાં સુધી હું રમત છોડીશ નહીં. હું સખત મહેનત કરીશ અને મજબૂત બનીને વાપસી કરીશ.'
૩૦ વર્ષની આ તીરંદાજ ડિસેમ્બર ૨૦૨૨માં માતા બન્યા બાદ તીરંદાજીમાં પરત ફરી હતી. ઓલિમ્પિક્સની તીરંદાજી ઇવેન્ટમાં ભારત ક્યારેય મેડલ જીતી શક્યું નથી.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
