તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 5th August 2024
બોકિસંગની વિવાદાસ્પદ સ્કોરિંગ-સિસ્ટમ્સે નિશાંત દેવ પાસેથી મેડલ છીનવી લીધો ?
નિશાંત હરીફ ખેલાડી સામે બે રાઉન્ડ આગળ હોવા છતાં ૧.૫ પોઇન્ટથી હારી ગયો : આ જાહેરાતથી સૌ ચોંકી ગયા

નવી દિલ્હી : બોકિસંગમાં મુક્કા અને ડિફેન્સના આધારે વિજેતા નક્કી કરવામાં આવે છે, પરંતુ આજ સુધી એની સ્કોરિંગ-સિસ્ટમ્સ કોઈ સમજી શકયું નથી અને એનું લેટેસ્ટ ઉદાહરણ પેરિસ ઓલિમ્પિકસમાં ભારતના નિશાંત દેવની કવોર્ટર ફાઇનલ મેચ છે. ચાર ઓગસ્ટની મધરાતે શરૂ થયેલી ૭૧ કિલોગ્રામ કેટેગરીની કવોર્ટર ફાઇનલ મેચમાં નિશાંત મેકિસકોના માર્કો વર્ડે અલ્વારેઝ સામે બે રાઉન્ડમાં આગળ હોવા છતાં ૧.૫ પોઇન્ટથી હારી ગયો હતો. જયારે ૪-૧ના સ્કોરથી નિશાંત દેવની હારની જાહેરાત થઈ ત્યારે સૌ ચોંકી ગયા હતા.
દરેક ઓલિમ્પિકસમાં જજ કયા આધારે નિર્ણય આપે છે એ વિશે ચર્ચા થતી રહે છે. લોસ એન્જલસમાં ૨૦૨૮ ઓલિમ્પિકસમાં બોકિસંગનો સમાવેશ કરવામાં આવશે એવું સુનિશ્ચિત નથી અને આવા વિવાદાસ્પદ સ્કોરિંગ એના આયોજન પર અસર કરી શકે છે. ભૂતપૂર્વ ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા બોકસર વિજેન્દર સિંહે એકસ પર લખ્યું હતું કે મને ખબર નથી કે સ્કોરિંગ-સિસ્ટમ્સ શું છે, પરંતુ એ ખૂબ જ રસાકસીની મેચ હતી; તે સારૃં રમ્યો. ભૂતકાળમાં આવી અનેક ઘટના બની છે જેનાથી બોકિસંગના જજોએ તેમની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે. ૨૦૨૧માં ઇન્ટરનેશનલ બોકિસંગ અસોસિએશનના તપાસપંચે ખુલાસો કર્યો હતો કે રિયો ઓલિમ્પિકસ ૨૦૧૬માં પક્ષપાતી નિર્ણયો લેવામાં આવ્યા હતા. કુલ ૩૬ જજોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનાં નામ જાહેર કરવામાં આવ્યાં નહોતાં
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
