<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

લક્ષ્ય સેન સેમીફાઈનલમાં હાર્યો આજે બ્રોન્ઝ મેડલ માટે રમશે

ભારતીય સ્ટારને પરાસ્ત કરનાર ડેન્માર્કનો ખેલાડી વિકટર કહે છે કે ૨૦૨૮ની ઓલિમ્પિકસમાં લક્ષ્ય ગોલ્ડ મેડલ માટેનો પ્રબળ દાવેદાર હશે

નવી દિલ્હી તા. ૫ : પેરિસ ઓલિમ્પિકસમાં ગઈ કાલે બેડ્મિન્ટનની સેમી ફાઈનલમાં બાવીસ વર્ષના ભારતીય સ્ટાર લક્ષ્ય સેનની હાર થતાં હજારો ભારતીય ફેન્સ નિરાશ થયા હતા, પરતું તેના હરીફ ડેન્માર્કના વિકટર એકસેલસને તેની ભરપૂર પ્રશંસા કરી હતી.

ટોકયો ઓલિમ્પિકસના ગોલ્ડ મેડલ વિજેતા વિકટર એકસેલસને કહ્યું હતું કે 'લક્ષ્ય સેન આજે નર્વસ હતો, પરંતુ આ ભારતીય યુવા ચાર વર્ષ પછી ૨૦૨૮ની લોસ એન્જલસ ઓલિમ્પિકસમાં ગોલ્ડ મેડલ જીતવા માટે મોસ્ટ ફેવરિટમાંનો એક હશે. તે એક અદ્ભૂત પ્રતિભા અને એક મહાન ખેલાડી છે. હું તેને શુભેચ્છા પાઠવું છું.'

એકસેલસને લક્ષ્યને ૨૨-૨૦, ૨૧-૧૪થી હરાવ્યો અને તે બન્ને ગેમમાં પાછળથી બાઉન્સબેક કરવામાં સફળ રહ્યો. ડેન્માર્કના આ ખેલાડીએ લક્ષ્ય સેનને કરીઅરમાં આઠમી વાર હરાવ્યો હતો, જયારે તે એક જ વાર લક્ષ્યની સામે હાર્યો છે. આજે સાંજે ફાઈનલ અને બ્રોન્ઝ મેડલ મેચ રમાશે. બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં લક્ષ્ય સેનનો સામનો મલેશિયાના લી જી જિયા સામે થશે.

(3:15 PM IST)