<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

ઈશાન કિશન સિલેકટર્સને ઈમ્પ્રેસ કરવા માટે રમશે ડોમેસ્ટિક ક્રિકેટ

 

નવી દિલ્હી : ડોમેસ્ટિક ક્રિકેટમાં ભાગ ન લેવા બદલ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ દ્વારા સેન્ટ્રલ કોન્ટ્રેકટ ગુમાવનાર ઈશાન કિશન હાલમાં ભારતીય ટીમમાંથી બહાર છે. ટીમમાં ફરી જગ્યા બનાવવા માટે ૨૬ વર્ષનો ઈશાન કિશન હવે ડોમેસ્ટિક સીઝનમાં ઝારખંડની ટીમ તરફથી રમતો જોવા મળશે.

ઝારખંડ સ્ટેટ ક્રિકેટ અસોસિએશન દ્વારા આ વિકેટકીપર-બેટરને પચીસ પ્રી-સીઝન સંભવિત ખેલાડીઓના લિસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર તે ટીમનું નેતૃત્વ પણ કરી શકે છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં સારૃં પ્રદર્શન કરશે તો ભારતીય ટીમમાં તેને ફરી એન્ટ્રી કરવાની તક મળશે

(3:15 PM IST)