<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

આપણા બેટરોએ શ્રીલંકાની પિચ પ્રમાણે અનુકુળ થવું પડશેઃ રોહિત

નવી દિલ્હી,તા.૫: શ્રીલંકા સામેની પ્રથમ બે વનડે મેચમાં ભારતીય બેટર સ્પિન સામે લાચાર દેખાતા હતા. વિરાટ કોહલી, શિવમ દુબે, શ્રેયસ અય્યર, શુભમન ગિલ અને કેએલ રાહુલ જેવા ખતરનાક બેટર શ્રીલંકાના સ્પિનરોનો ભોગ બન્યા હતા. અત્યાર સુધીની વનડે સિરીઝમાં રોહિત શર્માએ એકલાએ બતાવી દીધું છે કે જો તમારે શ્રીલંકામાં સફળ થવું હોય, જો તમારે રન બનાવવા હોય અને મેચ જીતવી હોય તો તમારે આક્રમક શૈલીમાં ક્રિકેટ રમવું પડશે.

કેપ્ટન રોહિત શર્માએ મેચ બાદ કહ્યું હતું કે ભારતીય બેટર્સએ અહીંની પીચ પ્રમાણે અનુકૂળ થવું પડશે. ડાબા અને જમણા હાથના બેટરના કોમ્બીનેશનથી અમને લાગ્યું કે સ્ટ્રાઈક ફેરવવી સરળ હશે, પરંતુ જયોફ્રીને શ્રેય જાય છે, તેણે છ વિકેટ લીધી.

જયારે શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસલંકાએ કહ્યું કે ૨૪૦ રનનો સ્કોર પરિસ્થિતિ માટે પૂરતો હતો. હું સ્કોરથી ખુશ હતો. ૨૪૦ ખૂબ જ સારો સ્કોર હતો. એક કેપ્ટન તરીકે, મને આ પ્રકારના ચેલેન્જ ગમે છે. વાન્ડરસેનો સ્પેલ શાનદાર હતો. 'પ્લેયરઓફ ધ મેચ' વાન્ડરસેએ કહ્યું, 'ટીમ પર ઘણું દબાણ હતું. હું આરામ બાદ પાછો ફરી રહ્યો હતો. તેનો શ્રેય લેવો સરળ છે, પરંતુ હું ૨૪૦ રન બનાવનાર બેટ્સમેનોને પણ શ્રેય આપવા માંગુ છું.

(3:22 PM IST)