<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

નવા નેશનલ ક્રિકેટ એકેડેમીમાં ત્રણ વિશ્વકક્ષાના મેદાનોઃ ૪૫ પ્રેકટીસ પિચ, ઓલિમ્પિક આકારનો સ્વીમીંગપુલઃ જય શાહ

નવી દિલ્હીઃ બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે X પર લખ્યું કે, 'આ જાહેરાત કરતા ખૂબ જ ખુશ છું, બીસીસીઆઇ નવી નેશનલ ક્રિકેટ એકેડમી લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને બેંગલુરુમાં ટૂંક સમયમાં ખુલશે. નવા એનસીએમાં ત્રણ વિશ્વ-કક્ષાના રમતના મેદાનો, ૪૫ પ્રેકિટસ પીચો, ઇન્ડોર ક્રિકેટ પીચ, ઓલિમ્પિક આકારનો સ્વિમિંગ પૂલ અને અત્યાધુનિક તાલીમ, રિકવરી અને રમત વિજ્ઞાન સુવિધા હશે. આ પહેલ આપણા દેશના વર્તમાન અને ભાવિ ક્રિકેટરોને શ્રેષ્ઠ સંભવિત વાતાવરણમાં તેમની કુશળતા વિકસાવવામાં મદદ કરશે.

બેંગલુરુમાં પહેલેથી જ નેશનલ ક્રિકેટ એકેડમી છે. જો ટીમ ઈન્ડિયાનો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે તો તે રિકવરી માટે એનસીએ જાય છે. તેની સ્થાપના ૨૦૦૦ માં કરવામાં આવી હતી. તે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પાસે છે. ૨૦૧૪માં બોર્ડે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ સાથે તેના નવા માળખાના નિર્માણ અંગે નિષ્ણાત અભિપ્રાય મેળવવા માટે સહયોગ કર્યો હતો. હાલમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર લક્ષ્મણ એનસીએના વડા છે

(3:22 PM IST)