<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

ગ્રેટ બ્રિટન પર ભારતની જીત બાદ દિલીપ તિર્કીએ કહ્યું 'શ્રીજેશ પર પૂરો વિશ્વાસ હતો'

નવી દિલ્હી: ભારતીય પુરૂષ હોકી ટીમે રવિવારે રોમાંચક મેચમાં ગ્રેટ બ્રિટનને શૂટઆઉટમાં 4-2થી હરાવીને પેરિસ ઓલિમ્પિકની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન અને હોકી ઈન્ડિયાના પ્રમુખ દિલીપ તિર્કીએ આ જીત બાદ ગોલકીપર પીઆર શ્રીજેશની પ્રશંસા કરી હતી, આ મેચમાં ત્રણ ક્વાર્ટર સુધી એક ખેલાડી ઓછો રમવા છતાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને મેચને શૂટઆઉટ સુધી પહોંચાડી દીધી . જ્યાં ગોલકીપર પીઆર શ્રીજેશે બે શોટ બચાવીને ભારતને સેમીફાઈનલમાં પહોંચાડ્યું હતું. 1972 પછી આ પ્રથમ વખત છે જ્યારે ભારત સતત બે ઓલિમ્પિકમાં સેમિફાઈનલમાં પહોંચ્યું હોય.મેચની 17મી મિનિટે અમિત રોહિદાસને ખતરનાક સ્ટીક ટેકલ માટે રેડ કાર્ડ મળ્યું, ત્યારબાદ ભારતે બાકીની મેચ 10 ખેલાડીઓ સાથે રમવી પડી.મેચ બાદસાથે વાત કરતા તિર્કીએ કહ્યું, "અમિત રોહિદાસને રેડ કાર્ડ મળ્યા બાદ અમે દબાણમાં હતા, એવું નહોતું થવું જોઈતું કારણ કે તેણે ઈરાદાપૂર્વક આવું કર્યું ન હતું. અમે મેચમાં સારો બચાવ કર્યો હતો અને મેચ બચાવી હતી. અમારી પાસે સંપૂર્ણ રમત હતી. શ્રીજેશમાં વિશ્વાસ છે કે તે શૂટઆઉટમાં સારું પ્રદર્શન કરશે."ભારતીય હોકીના દિગ્ગજ ખેલાડીએ વધુમાં કહ્યું હતું કે ટીમનો હેતુ હવે ગોલ્ડ મેડલ જીતવાનો અને સેમીફાઈનલમાં સારું પ્રદર્શન કરવાનો છે.હોકી ઈન્ડિયાના પ્રમુખે કહ્યું કે, "ટીમ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે અને તે એક મહત્વપૂર્ણ મેચ હશે. અમારો ઉદ્દેશ્ય ગોલ્ડ મેડલ જીતવાનો અને આગામી મેચમાં સારું પ્રદર્શન કરવાનો છે."

(6:58 PM IST)