<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની સ્થિતિ વધુ ખરાબ: જુઓ ચોંકાવનારો વિડિઓ

સચિનનો સાથી ઇન્ડિયાનો સ્ટાર રહેલો ખેલાડી આજે યોગ્ય રીતે ચાલવામાં પણ સમર્થ નથી!

મુંબઈ :ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની સ્થિતિ હવે વધુ ખરાબ થઈ ગઈ છે. એક સમયે ટીમ ઇન્ડિયાનો સ્ટાર રહેલો ખેલાડી આજે યોગ્ય રીતે ચાલવામાં પણ સમર્થ નથી. ભૂતપૂર્વ ક્રિકેટરનો વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે

    વિનોદ કાંબલી એક સમયે તેના બેટથી ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસતો હતો તે આજે ખૂબ જ દયનીય સ્થિતિમાં જીવે છે. દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરનો ખાસ મિત્ર વિનોદ કાંબલી આજે યોગ્ય રીતે ચાલવા માટે સમર્થ નથી. વિનોદ કાંબલીનો વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે બાઇકના ટેકાથી ઉભો છે. પરંતુ જ્યારે તેઓ ચાલવાનો પ્રયાસ કરે છે, ત્યારે લથખડાઇ જાય છે જો કે નજીકના લોકો તેને ટેકો આપે છે. એક સમયે તેના બેટથી ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ થતો હતો પરંતુ આજે વિનોદ કાંબલી દયનીય સ્થીતીમાં જીવે છે.

   વિનોદ કાંબલીને શું થયું તે વિશે કોઈ ઠોસ માહિતી જાણવા નથી મળી, પરંતુ મીડિયા અહેવાલો અનુસાર ટીમ ઇન્ડિયાના આ ભૂતપૂર્વ ક્રિકેટરનું સ્વાસ્થ્ય લાંબા સમયથી ખરાબ છે. વિનોદ ઘણી વખત સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થઇ ચુક્યો છે. તેને હાર્ટ એટેક પણ આવી ચુક્યો છે અને હતાશાનો શિકાર પણ છે.

  તાજેતરમાં જ્યારે વિનોદ કાંબલી આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે સચિને તેની મદદ કરી હતી. સચિને તેને એક એકેડેમીમાં કોચની નિમણૂક કરાવી હતી. આ સિવાય તે મુંબઇ ટી 20 લીગમાં ટીમનો કોચ પણ બન્યો હતો. પરંતુ આ પછી તેની તબિયત વધુ ખરાબ થઈ ગઈ જેના કારણે તે કોચની નોકરી ગુમાવી દીધી છે.

  વિનોદ કાંબલીએ ભારત માટે 17 ટેસ્ટ મેચ રમી છે અને તેણે 104 વનડેમાં ટીમ ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. વિનોદ કાંબલીએ 54.20 ની સરેરાશથી ટેસ્ટ ક્રિકેટમાં 1084 રન બનાવ્યા હતા અને વનડેમાં તેણે 32 થી વધુની સરેરાશથી 2477 રન બનાવ્યા હતા. વિનોદ કાંબલીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 9965 રન બનાવ્યા અને તેની સરેરાશ 60 જેટલી હતી. આવા સારા આંકડા હોવા છતાં આ ખેલાડીની કારકિર્દી ખૂબ ઝડપથી સમાપ્ત થઈ ગઇ છે.

(8:51 PM IST)