<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

પેરિસ ઓલમ્પિકમાં ઈજાગ્રસ્ત નિશા દહિયાને ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો

ખંભામાં ખતરનાક ઇજા છતાં નિરાશ નહીં નિશા : રડવા લાગી અને આંસુ સાથે તે ફરીથી સિંહણની જેમ ઊભી થઈ જુઓ વિડિઓ

પેરિસ ઓલિમ્પિકમાં ભારતની નિશા દહિયાને નિરાશાનો સામનો કરવો પડ્યો છે. મહિલા કુશ્તીની 68 કિગ્રા વજન વર્ગમાં નિશા દહિયાને ક્વાર્ટર ફાઇનલમાં ઉત્તર કોરિયાની સોલ ગમ પાક સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

સિઓલે આ મેચ 10-8થી જીતી લીધી છે. આ મેચમાં મળેલી હાર બાદ નિશા સેમીફાઈનલમાં જગ્યા બનાવવાથી ચૂકી ગઈ છે. આ પહેલા નિશાએ રાઉન્ડ ઓફ 16માં યુક્રેનની ટેટિયાના રિઝકોને હરાવી હતી.

 

પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય કુસ્તીબાજ નિશા દહિયાનો એક અલગ જુસ્સો જોવા મળ્યો. મહિલા ફ્રી સ્ટાઇલ 68 કિગ્રાના ક્વાર્ટર ફાઇનલમાં નિશાનો સામનો ઉત્તર કોરિયાની કુસ્તીબાજ પાક સોલ ગમ સામે હતો. આ મેચમાં એક સમયે નિશા 8-2ની લીડ સાથે જીત તરફ આગળ વધી રહી હતી ત્યારે તેના ખભામાં ખતરનાક ઈજા થઈ હતી. નિશા માટે હાથ ઊંચો કરવો પણ મુશ્કેલ હતો, આવી સ્થિતિમાં નિશા રડવા લાગી અને આંસુ સાથે તે ફરીથી સિંહણની જેમ ઊભી થઈ અને લડવા માટે તૈયાર દેખાઈ હતી.

પરંતુ તેના ખભામાં ખરાબ રીતે ઈજા થઈ હતી, તેથી કોરિયન રેસલરે તકનો લાભ ઉઠાવીને જોરદાર મૂવ કરીને 10-8ની સરસાઈ મેળવી લીધી હતી. આ રીતે નિશા આ મેચ હારી ગઈ હતી. હાર બાદ નિશા રડવા લાગી, જેનો વીડિયો પણ વાયરલ થયો છે. લોકો તેની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે. પરંતુ નિશાને હજુ વધુ એક તક મળી શકે છે.

(12:01 AM IST)