તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
વિનોદ કાંબળીની તબિયત લથડી છે કે દારૂની અસર?

મુંબઈ,તા.૬: સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબળી બરાબર ચાલી નહોતો શક્તો અને કેટલાક લોકોની મદદથી તે ઓટો તરફ લઈ જઈ રહેલા જોવા મળ્યા હતા.
તેની તબિયત કેમ આટલી બધી ખરાબ થઈ ગઈ અને ખરેખર તેને શું થયું છે એ વિશે કોઈ જાણ નહોતી થઈ. કેટલાકની એવી ધારણા હતી કે તેણે વધુ પડતો દારૂ પી લીધો હશે. જોકે કેટલાકનું માનવું હતું કે તેની તબિયત ફરી બગડી ગઈ હોય એવું લાગે છે.
કાંબળી બાવન વર્ષનો છે. ૨૦૧૩માં તેને ડ્રાઇવિંગ દરમ્યાન હાર્ટ અટેક આવ્યો હતો. ત્યારે એક પોલીસ કર્મચારી તેને લીલાવતી હોસ્પિટલમાં લઈ ગયો હતો અને તેનો જાન બચી ગયો હતો.
કાંબળી ભારત વતી ૧૦૪ વન-ડે રમ્યો હતો જેમાં તેણે ૨,૪૭૭ રન બનાવ્યા હતા. ૧૭ ટેસ્ટમાં તેણે ૧,૦૮૪ રન બનાવ્યા હતા. જોકે ઈજા અને નબળા ફોર્મને લીધે તેણે ઘણી વાર ભારતીય ટીમમાંથી સ્થાન ગુમાવ્યું હતું અને લગભગ નવ વાર તેણે ટીમમાં કમબેક કર્યું હતું.
(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
