News of Wednesday, 7th August 2024
પેરિસ ઓલિમ્પિકમાં ભારતને મોટો ઝટકો:ગોલ્ડ મેડલ મેચ પહેલા વિનેશ ફોગાટ ડિસ્ક્વોલિફાઈ
ગોલ્ડ મેડલ મેચ પહેલા વિનેશ ફોગાટનું વજન 100 ગ્રામ વધુ હતું. આવી સ્થિતિમાં તે ડિસ્ક્વોલિફાઈ થઈ ગઈ

મુંબઈ :પેરિસ ઓલિમ્પિક 2024ના 12મા દિવસે ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ગઈકાલે મહિલા ફ્રી સ્ટાઈલ 50 કિલોગ્રામ સેમિફાઈનલમાં ક્યૂબાની યુસ્નેલિસ ગુઝમેન લોપેઝને 5-0થી હરાવીને ફાઈનલમાં એન્ટ્રી કરનારી તેમજ દેશ માટે એક મેડલ પાક્કું કરનારી ભારતીય રેસલર વિનેશ ફોગાટ ગોલ્ડ મેડલ મેચ પહેલા ડિસ્ક્વોલિફાઈ જાહેર કરવામાં આવી છે.
સવારે ગોલ્ડ મેડલ મેચ પહેલા વિનેશ ફોગાટનું વજન 100 ગ્રામ વધુ હતું. આવી સ્થિતિમાં તે ડિસ્ક્વોલિફાઈ થઈ ગઈ છે.
ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા જણાવવામાં આવ્યું કે, અફસોસ છે કે ભારતીય ટુકડી મહિલા કુસ્તી 50 કિગ્રા વર્ગમાંથી વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવાના સમાચાર શેર કરે છે. ટીમ દ્વારા આખી રાતના શ્રેષ્ઠ પ્રયાસો છતાં આજે સવારે તેણીનું વજન 50 કિલોથી વધુ થોડા ગ્રામ હતું.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
