News of Wednesday, 7th August 2024
૩ હજાર મીટર સ્ટીપલચેઝનો કાલે ફાઇનલઃ અવિનાશ સાબલે મેડલ જીતી શકશે?

નવી દિલ્હીઃ ભારતીય એથ્લીટ અવિનાશ સાબલેએ તેના ગ્રુપમાં પાંચમા સ્થાને રહીને પેરિસ ઓલિમ્પિકસમાં પુરૂષોની ૩૦૦ મીટર સ્ટીપલચેઝ ઇવેન્ટની ફાઇનલ માટે કવોલિફાય કર્યું હતું. આ ઇવેન્ટની ફાઇલનમાં પહોંચનાર તે ભારતનો પ્રથમ એથલીટ બન્યો છે. મહારાષ્ટ્રના બીડ જિલ્લામા જન્મેલા ૨૯ વર્ષના અવિનાશ સાબલેએ ૮.૧૫ મિનિટના સમય સાથે ટોપ-ફાઇવમાં સ્થાન મેળવીને ફાઇનલની ટિકિટ મેળવી હતી. આર્મીમાં નાઇક સુબેદાર અવિનાશની આ ઇવેન્ટની ફાઇનલ ભારતીય સમયાનુસાર ૮ ઓગસ્ટની મધ્યરાત્રિએ યોજાશે.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
