<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

૧૫ અને ૧૬ ઓગસ્‍ટે પ્રો-કબડ્ડી લીગની ૧૧મી સીઝનનો ઓક્‍શનઃ ૫૦૦ પ્‍લસ ખેલાડીઓની બોલી લાગશે

૧૨ ટીમોએ મળીને ૮૮ ખેલાડીઓને રીટેન કર્યાઃ ફ્રેન્‍ચાઇઝી પાસે સ્‍કવોડ તૈયાર કરવા માટે પાંચ કરોડ રૂપિયાનું પર્સ રહેશે

નવી દિલ્‍હીઃ ૧૫ અને ૧૬ ઓગસ્‍ટે મુંબઇમાં યોજાનારા પ્રો-કબડ્ડી લીગની ૧૧મી સીઝનના ઓકશન માટે ટુર્નામેન્‍ટની ૧૨ ફ્રેન્‍ચાઇઝીઓએ કુલ ૮૮ ખેલાડીઓને રીટેન કર્યા છે.

જેમાં બાવીસ એલિટ પ્‍લેયર્સ, ૨૬ યંગ પ્‍લેયર્સ અને ન્‍યુ યંગ પ્‍લેયર્સ કેટેગરીના ૪૦ ખેલાડીઓ છે. રીટેન ન કરાયેલા સ્‍ટાર ખેલાડીઓમાં પવન શેહરાવત, પ્રદીપ નરવાલ અને મનિંદર સિંહનો સમાવેશ થાય છે. જેમના પર હવે ઓક્‍શનમાં બોલી લાગશે.

ઓકશનમાં સ્‍થાનિક અને વિદેશી પ્‍લેયરને ચાર કેટેગરીમાં વહેંચવામાં આવ્‍યા છે. ‘એ' કેટેગરીમાં ખેલાડીઓની બેઝ-પ્રાઇસ ૩૦ લાખ, ‘બી' કેટેગરીમાં ૨૦ લાખ, ‘સી' કેટેગરીમાં ૧૩ લાખ તથા ‘ડી' કેટેગરીમાં ૯ લાખ રૂપિયા રહેશે. ૧૧ મી સીઝનના પ્‍લેયરોની હરાજીમાં ૫૦૦ થી વધુ ખેલાડીઓ રહેશે. દરેક ફ્રેન્‍ચાઇઝી પાસે સ્‍કવોડ તૈયાર કરવા માટે પાંચ કરોડ રૂપિયાનું પર્સ રહેશે.

(2:59 PM IST)