<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

૨૦૦ કિગ્રાથી વધુ વજન ઉપાડવું પડશે

આજે રાત્રે ૧૧ વાગ્‍યાથી વેઇટ લીફટર મીરાબાઇ ચાનુ મેદાનમાં: કાલે તેનો જન્‍મદિવસ

નવી દિલ્‍હીઃ ટોક્‍યો ઓલિમ્‍પિક્‍સમાં સિલ્‍વર મેડલ જીતનારી મીરાબાઇ ચાનુ ભૂતકાળમાં ઇજારો સામે ઝઝૂમી હોવા છતા આજે પેરિસમાં દેશની અપેક્ષાનો ભાર ઉપાડતી જોવા મળશે. આજે રાત્રે ૧૧ વાગ્‍યાથી ૪૯ કિલોગ્રામ કેટેગરીની મહિલાઓની વેઇટલિફિંટગની ઇવેન્‍ટ શરૂ થશે. ઓલિમ્‍પિક્‍સમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય વેઇટલિફટર બનવાનો પ્રયાસ કરશે.

નેશનલ કોચ વિજય શર્માએ કહ્યું હતુ કે મણિપુરની આ ખેલાડી સંપૂર્ણ રીતે ફિટ છે. અમે જાણીએ છીએ કે મીરાબાઇએ ૨૦૦ કિલોગ્રામથી વધુ વજન ઉપાડવું પડશે. અમે પડકાર માટે તૈયાર છીએ. આવતી કાલે ૮ ઓગસ્‍ટે તે ૩૦ વર્ષની થશે. બર્થ-ડેના ગણતરીના કલાકો પહેલાં તે દેશને ગૌરવ અપાવવાનો પ્રયાસ કરતી જોવા મળશે.

(3:54 PM IST)