News of Wednesday, 7th August 2024
વિનેશ ફોગાટે વજન ઘટાડવા માટે સાઇકલ ચલાવી , સ્કિપિંગ કર્યું , પોતાના વાળ અને નખ પણ કાપી નાખ્યા , તેનું લોહી પણ કાઢ્યું પરંતુ તેમ છતાં તે માત્ર 50 કિલો, 150 ગ્રામ સુધી જ પહોંચી શકી
કુસ્તીબાજને માત્ર 100 ગ્રામ વધારે વજનની છૂટ મળે છે જો વિનેશનું વજન 50 કિલો 100 ગ્રામ હોત તો તે ગોલ્ડ મેડલ મેચ રમી શકી હોત, પરંતુ તેનું વજન 50 ગ્રામ વધુ નીકળ્યું અને તેના કારણે તેનું ઓલિમ્પિક મેડલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું

પેરિસ તા.૭ : વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી ડિસ્કવોલિફાય કરી દેવામાં આવી છે. તેનું વજન 50 કિલોથી વધુ હોવાને કારણે તેને મેડલ નહીં મળે. તે ફાઈનલ મેચ પણ રમી શકશે નહીં. મોટા સમાચાર એ છે કે તેણે વજન ઘટાડવા માટે એ બધું કર્યું જે સામાન્ય માણસ વિચારી પણ ન શકે.
ઓલિમ્પિકમાંથી ડિસ્કવોલિફાય કરી દેવામાં આવી છે. મંગળવારે રાત્રે 50 કિગ્રા વર્ગની ફાઇનલમાં પહોંચેલી વિનેશ ફોગાટનું વજન નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોવાનું જાણવા મળ્યું અને આ પછી તેને સ્પર્ધામાંથી ડિસ્કવોલિફાય કરી દેવામાં આવી. મળતી માહિતી મુજબ, મંગળવારે રાત્રે વિનેશ ફોગટનું વજન 2 કિલો વધુ હતું અને તેણે તે ઘટાડવા માટે ઘણી મહેનત કરી. અહેવાલો અનુસાર, જ્યારે તેણે સેમિફાઇનલ મેચ જીતી ત્યારે તેનું વજન લગભગ 52 કિલો હતું અને પછી તેનું વજન 2 કિલો ઓછું કરવા માટે તેણીએ તેનું લોહી પણ કાઢ્યું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિનેશ ફોગાટે સેમિફાઇનલમાં જીત મેળવ્યા બાદ આરામ કર્યો ન હતો. તે આખી રાત જાગી રહી હતી અને પોતાનું વધારાનું વજન ઘટાડવા માટે સખત પ્રયાસ કર્યા. અહેવાલ મુજબ, વિનેશ ફોગાટે વજન ઘટાડવા માટે સાઇકલ ચલાવી, સ્કિપિંગ કર્યું. એટલું જ નહીં આ ખેલાડીએ પોતાના વાળ અને નખ પણ કાપી નાખ્યા. મોટી વાત એ છે કે આ ખેલાડીએ તેનું લોહી પણ કાઢ્યું પરંતુ તેમ છતાં તે માત્ર 50 કિલો, 150 ગ્રામ સુધી જ પહોંચી શકી.
કુસ્તીમાં, કોઈપણ કુસ્તીબાજને માત્ર 100 ગ્રામ વધારે વજનની છૂટ મળે છે. મતલબ કે, જો વિનેશનું વજન 50 કિલો, 100 ગ્રામ હોત તો તે ગોલ્ડ મેડલ મેચ રમી શકી હોત, પરંતુ તેનું વજન 50 ગ્રામ વધુ નીકળ્યું અને તેના કારણે તેનું ઓલિમ્પિક મેડલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. કુસ્તીમાં, કુસ્તી મેચો પહેલા કુસ્તીબાજોનું વજન કરવામાં આવે છે. આ સિવાય કુસ્તીબાજને 2 દિવસ સુધી એક જ કેટેગરીમાં પોતાનું વજન જાળવી રાખવાનું હોય છે પરંતુ વિનેશ તેમ કરી શકી નહીં. અહેવાલો અનુસાર, તેનું વજન 52 કિલો સુધી પહોંચી ગયું હતું, જેને ઘટાડવાના બધા જ પ્રયાસો પછી પણ તેને હાથે નિષ્ફળતા જ લાગી.
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
