<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

શું વિનેશ ને મળશે સિલ્‍વર ? આજે ગમે ત્‍યારે આવશે નિર્ણય

વિેનશ ફોગાટે અયોગ્‍યતા સામે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્‍પોર્ટસમાં અપીલ કરી છે

નવી દિલ્‍હી, તા. ૮ : કુસ્‍તીબાજ વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્‍પિકની ફાઈનલમાંથી અયોગ્‍ય ઠેરવવા સામે સ્‍પોર્ટ્‍સ કોર્ટમાં અપીલ કરી છે. વધારે વજનના કારણે તેને ફાઈનલ પહેલા ગેરલાયક ઠેરવવામાં આવ્‍યો હતો. આ અંગે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્‍પોર્ટ્‍સ (સીએએસ) આજે પોતાનો નિર્ણય આપશે.

વિનેશ ફોગાટે અયોગ્‍યતા સામે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્‍પોર્ટ્‍સ (સીએએસ)માં અપીલ કરી છે. વિનેશે પહેલા ફાઈનલ માટે ફરીથી આવવાની અપીલ કરી અને પછી તેમાં ફેરફાર કરીને સિલ્‍વર મેડલ વહેંચવાની માગ કરી. આ દરમિયાન સીએએસ એ મેલનો જવાબ આપ્‍યો છે. ઘ્‍ખ્‍લ્‍ હવે આ મામલે પોતાનો નિર્ણય આજે આપશે. મતલબ કે વિનેશ ફોગાટ ઓછામાં ઓછું સિલ્‍વર મેડલ અપાવવા માગે છે. જો સીએએસ વિનેશની તરફેણમાં ચુકાદો આપે છે તો સીએએસ વિનેશને સિલ્‍વર મેડલ આપવો પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે  સીએએસ એ રમતગમતના વિવાદોના ઉકેલ માટે ૧૯૮૪માં સ્‍થાપિત એક સ્‍વતંત્ર સંસ્‍થા છે. તેનું વડુમથક સ્‍વિટ્‍ઝર્લેન્‍ડના લૌસનેમાં છે અને તેની કોર્ટ ન્‍યૂયોર્ક સિટી અને સિડનીમાં છે, જ્‍યારે ઓલિમ્‍પિકના યજમાન શહેરોમાં કામચલાઉ કોર્ટની સ્‍થાપના કરવામાં આવી છે. આવી સ્‍થિતિમાં વિનેશ ફોગાટે પેરિસમાં જ અપીલ કરી છે. તમને જણાવી દઈએ કે સીએએસ કોઈપણ રમત સંગઠનથી સ્‍વતંત્ર છે. સીએએસ ઘણા રમત વિવાદોમાં અંતિમ નિર્ણય ધરાવે છે. કેટલાક સંજોગોમાં સ્‍વિટ્‍ઝર્લેન્‍ડની ફેડરલ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવે છે

(3:00 PM IST)