તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th August 2024
બેસ્ટ ઓફ લક નિરજ ચોપડાઃ આજે રાત્રે ૧૧:પપ વાગ્યાથી પુરૂષોજી જેવલિન થ્રો ફાઇનલ
જો નિરજ ગોલ્ડ જીતશે તો સતત બે ઓલિમ્પિકસ ગોલ્ડ જીતનાર પહેલો ભારતીય બનશે

નવી દિલ્હીઃ વિનેશ ફોગાટ કુસ્તીમાં ગોલ્ડ મેડલ ラ જીતવા મેદાન પર ન ઊતરી શકી એ પછી હવે દેશની નજર નીરજ ચોપડા પર છે. ૨૬ વર્ષનો જેવલિન થ્રોઅર નીરજ ચોપડા આજે રાતે ૧૧.૫૫ વાગ્યાથી છે પુરુષોની જેવલિન થ્રો ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતવા માટે મેદાનમાં ઊતરશે. નીરજ ચોપડાએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં ૮૯.૩૪ મીટરના કરીઅરના બીજા બેસ્ટ થ્રો સાથે ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. નીરજ ચોપડાને ફાઇનલમાં ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ અને પાકિસ્તાનના અરશદ નદીમ તરફથી સખત પડકારનો સામનો કરવો પડી શકે છે જેઓ યોગ્ય સમયે ફોર્મમાં પરત ફર્યા છે. આ સિવાય ટોકયો ઓલિમ્પિક્સનો સિલ્વર મેડલ વિજેતા ચેક રિપબ્લિકનો જેકબ વાલ્ડેચ પણ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપવા માટે મક્કમ છે. નીરજ ચોપડા જો ગોલ્ડ મેડલ જીતશે તો સતત બે ઓલિમ્પિક ગોલ્ડ જીતનાર પહેલો ભારતીય બની જશે.
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
