News of Friday, 9th August 2024
તું એક યોદ્ધા છે, મેટપર અને મેટની બહાર પણ
પૅરિસમાં વિનેશ ફોગાટ સાથેનો ફોટો શૅર કરીને અભિનવ બિન્દ્રાએ કહ્યું...

નવી દિલ્હી : ભારતના પ્રથમ વ્યક્તિગત ઑલિમ્પિક ગોલ્ડ મેડલ વિનર અભિનવ બિન્દ્રાએ ગઈ કાલે કુસ્તીબાજ વિનેશ ફોગાટ સાથેની મુલાકાતનો ફોટો શૅર કરીને ઈમોશનલ પોસ્ટ કરી હતી. તેણે લખ્યું હતું કે તું એક યોદ્ધા છે, મૅટ પર અને મૅટની બહાર પણ. તારા દ્વારા અમે શીખી રહ્યા છીએ કે હારમાં પણ અંદરની લડાઈમાં કયારેય હાર ન માનવાનો અર્થ શું છે. તું યોદ્ધાની સાચી ભાવનાની પ્રતીક છે.
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
