<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th August 2024

ધોની વિરૂધ્‍ધ બીસીસીઆઇની એથિકસ કમિટીમાં ફરીયાદઃ ૩૦ ઓગસ્‍ટ સુધીમાં જવાબ આપવા કહેવામાં આવ્‍યું

નવી દિલ્‍હીઃ પૂર્વ ક્રિકેટર મહેન્‍દ્રસિંહ ધોની યુપીના અમેઠીના રહેવાસી રાજેશ કુમાર મૌર્યએ BCCIની એથિક્સ કમિટીમાં મહેન્દ્ર સિંહ ધોની વિરુદ્ધ ફરિયાદ પત્ર દાખલ કર્યો છે અને આ ફરિયાદ BCCIના નિયમ 39 હેઠળ મહેન્દ્ર સિંહ ધોની વિરુદ્ધ કરવામાં આવી છે.

BCCIમાં કરવામાં આવેલી આ ફરિયાદ રાંચી સિવિલ કોર્ટમાં મહેન્દ્ર સિંહ ધોનીએ જે મિહિર દિવાકર વિરુદ્ધ 15 કરોડ રૂપિયાની છેતરપિંડીમો કેસ કર્યો છે તેના સંબંધમાં છે. બીસીસીઆઈની એથિક્સ કમિટીએ આ મામલે મહેન્દ્ર સિંહ ધોની પાસેથી 30 ઓગસ્ટ સુધીમાં જવાબ માંગ્યો છે. બીજી તરફ રાજેશ કુમાર મૌર્યને આ મામલે 16 સપ્ટેમ્બર સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.

 અમેઠીના શંકરપુર ગામના રહેવાસી રાજેશ કુમાર મૌર્યએ BCCI નિયમો અને વિનિયમોના નિયમ 39(2)(b) હેઠળ એથિક્સ ઓફિસર સમક્ષ ફરિયાદ નોંધાવી છે. મહેન્દ્ર સિંહ ધોની પર આ નિયમોના નિયમ 38(4)નું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.

(4:04 PM IST)