News of Monday, 12th August 2024
અમેરિકાની જાયન્ટ બેઝબોલ ટીમે મુંબઇકર સૂર્યકુમાર યાદવને આપી સ્પેશ્યલ ગિફટ

નવી દિલ્હી,તા. ૧૨: સૂર્યકુમાર યાદવને અમેરિકન બેઝબોલની જાયન્ટ ટીમ ન્યુ યોર્ક યેન્કીઝ દ્વારા તેના નામની સ્પેશ્યલ કસ્ટમાઇઝ્ડ જર્સી ભેટમાં આપવામાં આવી હતી. ભારતીય ટી-૨૦ કેપ્ટન હાલમાં ન્યુ યોર્ક યેન્કીઝ સ્ટેડિયમમાં પહોંચ્યો હતો. સ્ટાઇલિશ ક્રિકેટરે સ્ટેડિયમમાં એન્ટ્રી માર્યા બાદ થોડી વાર આસપાસ જોયું અને સ્ટેડિયમની સુંદરતા જોઈ સ્તબ્ધ બનીને ઊભો રહ્યો હતો. બાર્બેડોઝની યાદગાર ફાઇનલ મેચમાં શાનદાર કેચ પકડનાર આ મુંબઈકર પ્રમોશનલ પ્રવાસના ભાગરૂપે અહીં આવ્યો હતો.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
