<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

તારીખ પે તારીખ... વિનેશ ફોગાટને પહેલો ઓલિમ્‍પિક મેડલ મળશે કે નહીં એ ૧૩ ઓગસ્‍ટે ખબર પડશે

નવી દિલ્‍હીઃ કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્‍પોર્ટ્‍સને ભારતીય કુસ્‍તીબાજ વિનેશ ફોગાટની અપીલ પર વિચાર કરવા માટે થોડો વધુ સમય લાગશે. હવે ૧૩ ઓગસ્‍ટે ભારતીય સમય અનુસાર સાંજે ૯.૩૦ વાગ્‍યા સુધીમાં નિર્ણયની જાહેરાત થશે. ભારતીય ઓલિમ્‍પિક સંઘે પહેલાં કહ્યું હતું કે નિર્ણય રવિવારે આવશે, પરંતુ પછી સ્‍પષ્ટતા કરવામાં આવી કે નિર્ણય ૧૩ ઓગસ્‍ટે જ ખબર પડશે. ૧૧ ઓગસ્‍ટનો સંદર્ભ કોઈ પણ વધારાના દસ્‍તાવેજો સબમિટ કરવા માટે આપવામાં આવેલા સમય સાથે સંબંધિત છે. સંસ્‍થાએ આ ગૂંચવણ અને અસુવિધા માટે માફી માગી હતી.

(3:04 PM IST)