<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

બ્રોન્‍ઝ મેડલિસ્‍ટ હોકી સ્‍ટાર્સનું વતનમાં યાદગાર સ્‍વાગત

લલિતે કાશી વિશ્વનાથને મેડલ અર્પણ કર્યો સાત ખેલાડી સુવર્ણ મંદિરમાં સન્‍માનિત થયા

નવી દિલ્‍હી : ઓલિમ્‍પિકસ બ્રોન્‍ઝ મેડલ વિજેતા ભારતીય હોકી ટીમના સભ્‍યોનું અમ્રતસર એરપોર્ટ પર પરિવારના સભ્‍યો અને ફેન્‍સ દ્વારા ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. ખેલાડીઓ વિમાનમાંથી ઊતર્યા પછી તરત જ પરિવારના સભ્‍યોએ ફૂલોન હાર અને પ્રેમભર્યા આલિંગન સાથે તેમનું સ્‍વાગત કર્યુ હતું. કેપ્‍ટન હરમનપ્રીતસિંહની સાથે રાજયના અન્‍ય છ ખેલાડી પણ પહોચ્‍યા હતા. આ રાજય ખેલાડીઓનું સુવર્ણ મંદિરમાં પણ સન્‍માન કરવામાં આવ્‍યું  હતું. લલિત ઉપાધ્‍યાયે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રાર્થના કરી હતી. બાબા વિશ્વનાથના દરબારમાં પહોંચ્‍યા બાદ લલિતે પૂજા કરી અને બાબાને મેડલ અર્પણ કર્યોહતો.

(3:09 PM IST)