<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

ભારતની ધરતી પર ઇન્‍ટરનેશનલ સ્‍ટાર્સ સાથે નીરજ ચોપડાએ સ્‍પર્ધા કરવાનું જોયું છે સ્‍વપ્‍ન :ભારતીય સ્‍પોર્ટસ બદલાઇ રહ્યું છે

નવી દિલ્‍હી, તા. ૧ર : ટોકયોમાં ગોલ્‍ડ બાદ પૅરિસ ઑલિમ્‍પિક્‍સમાં સિલ્‍વર સાથે સતત બીજો ઑલિમ્‍પિક મેડલ જીતનાર જૅવલિન થ્રોઅર નીરજ ચોપડા હાલમાં ભારતીય ફૅન્‍સથી ઘેરાયેલો રહે છે. તેણે ફૅન્‍સ સાથેની વાતચીતના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘ભારતમાં અન્‍ય ઇન્‍ટરનૅશનલ સ્‍ટાર્સ સાથે સ્‍પર્ધા કરવાનું મારું સપનું છે. આશા છે કે ભારતમાં ટૂંક સમયમાં ઇન્‍ટરનૅશનલ ઇવેન્‍ટ થશે અને હું એ કરી શકીશ. હું હવે નવી સીઝનમાં પ્રવેશી રહ્યો છું એથી મારી પાસે તાલીમની પદ્ધતિઓ અથવા ટેક્રિક બદલવા માટે એટલો સમય નથી, પરંતુ મને કેટલાંક ક્ષેત્રોમાં સુધારો થવાની આશા છે.'

ભારતમાં ઑલિમ્‍પિક્‍સના આયોજન વિશે વાતચીત કરતાં તેણે કહ્યું હતું કે ‘૨૦૩૬માં ભારતમાં ઑલિમ્‍પિક્‍સ આયોજિત થાય એ ભારતીય સ્‍પોર્ટ્‌સ માટે સારી વાત હશે. જે લોકોએ અમારી મૅચ લાઇવ જોઈ છે તેમના માટે આ ગુડ ન્‍યુઝ હશે. આજે પણ લોકો સવારે વહેલા ઊઠ્‍યા બાદ પણ અમારી ઇવેન્‍ટ જોવા મોડી રાત સુધી જાગે છે. આ એ વાતની સાબિતી છે કે ભારતીય સ્‍પોર્ટસ બદલાઈ રહ્યું છે.'

(3:11 PM IST)