તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 13th August 2024
દિલ્હી એરપોર્ટ પર ભારતીય હોકી ટીમના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત

નવી દિલ્હી: પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને સ્વદેશ પરત ફરેલી ભારતીય હોકી ટીમના ખેલાડીઓનું દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે (મંગળવાર) દિલ્હી પહોંચેલા ખેલાડીઓમાં પીઆર શ્રીજેશ, અભિષેક નૈન, અમિત રોહિદાસ અને સંજય આ ખેલાડીઓની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો દિલ્હી એરપોર્ટ પર હાજર હતા. ચાહકોએ ઢોલના તાલે ભારતીય હોકી ખેલાડીઓનું સ્વાગત કર્યું હતું. તમને જણાવી દઈએ કે, આ પહેલા શનિવારે પણ ભારતીય પુરૂષ હોકી ટીમના કેટલાક સભ્યો નવી દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા હતા, ત્યારે પણ કંઈક આવું જ દ્રશ્ય હતું.મંગળવારે શ્રીજેશ, અમિત રોહિદાસ, રાજકુમાર પાલ, અભિષેક, સુખજીત સિંહ અને સંજયનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હરિયાણાના ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ખેલાડીઓનું સ્વાગત કરવા પહોંચ્યા હતા અને તમામ ખેલાડીઓનું સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે પીઆર શ્રીજેશે કહ્યું, "હોકી માટે આ એક મોટી ઉપલબ્ધિ છે. આ પ્રેમ જોઈને અમારી જવાબદારી વધી ગઈ છે. આ સ્વાગતથી ટીમ અભિભૂત થઈ ગઈ છે. ભારતીય ચાહકો અમારું સ્વાગત કરવા માટે અહીં આવ્યા તે જોઈને ખૂબ આનંદ થયો. ટીમ અમે ઓલિમ્પિકની તૈયારીમાં કોઈ કસર છોડી નથી અને અમારી મહેનત રંગ લાવી છે તે જોઈને આખો દેશ અમારી જીતની ઉજવણી કરી રહ્યો છે.
(6:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
