<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

હોકી ઈન્ડિયાએ ગોલકીપર પી.આર. શ્રીજેશ દ્વારા પહેરવામાં આવેલી 16 નંબરની જર્સીને નિવૃત્ત કરવાની જાહેરાત કરી

36 વર્ષીય શ્રીજેશને જુનિયર રાષ્ટ્રીય ટીમના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યાં તે ભારતીય ગોલકીપરની આગામી પેઢીને તૈયાર કરવાની જવાબદારી સંભાળશે

નવી દિલ્હી : હોકી ઈન્ડિયાએ ગોલકીપર પી.આર. શ્રીજેશ દ્વારા પહેરવામાં આવેલી 16 નંબરની જર્સીને નિવૃત્ત કરવાની જાહેરાત કરી છે. તાજેતરમાં સમાપ્ત થયેલ પેરિસ ગેમ્સમાં ભારતને સતત બીજા ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર શ્રીજેશની નિવૃત્તિ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

શ્રીજેશના સન્માનમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન, હોકી ઈન્ડિયાના જનરલ સેક્રેટરી ભોલા નાથ સિંહે શ્રીજેશની જર્સીની નિવૃત્તિની જાહેરાત કરી. 36 વર્ષીય શ્રીજેશને જુનિયર રાષ્ટ્રીય ટીમના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યાં તે ભારતીય ગોલકીપરની આગામી પેઢીને તૈયાર કરવાની જવાબદારી સંભાળશે.

શ્રી ભોલાનાથ સિંહે કહ્યું કે 16 નંબરની જર્સી જુનિયર ટીમમાં રહેશે અને શ્રીજેશ, આગામી નવા શ્રીજેશને તૈયાર કરશે, જે આ જર્સી પહેરશે. ભારતીય ટીમે પેરિસ 2024 ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

 

(5:52 PM IST)