તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Thursday, 15th August 2024
યઝવેન્દ્રચહલ કાઉન્ટી ક્રિકેટર રમશેઃ નોર્થમ્પટન શાયર સાથે જોડાયો

નવી દિલ્હીઃ ભારતીય લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ 'કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન ટુ'માં બાકીની પાંચ મેચો અને વન-ડે કપની અંતિમ મેચો રમવા માટે
નોર્થમ્પટનશાયર સાથે જોડાયો છે. 34 વર્ષીય ચહલે ભારત માટે અત્યાર સુધીમાં 72 વન-ડે અને 80 ટી-ર૦ ઈન્ટરનેશનલ મેચ રમી છે અને બંને ફોર્મેટમાં 217
વિકેટ લીધી છે. તેણે ભારત માટે એક પણ ટેસ્ટ મેચ રમી નથી. તે લગભગ એક વર્ષથી ટીમ ઈન્ડિયા તરફથી રમ્યો નથી. નોર્થમ્પ્ટનશાયરએ તેની વેબસાઈટ પર જણાવ્યું હતું કે ભારતના ટી-ર૦ વર્લ્ડ કપ વિજેતા અભિયાનમાં ભૂમિકા ભજવનાર ચહલ કેન્ટ સામેની મેચ માટે કેન્ટરબરીના પ્રવાસ પહેલા ટીમ સાથે જોડાશે. નોર્થમ્પટનશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ એ જાહેરાત કરતા આનંદ અનુભવે છે કે ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ કેન્ટમાં રમાનારી અંતિમ વન-ડે કપ મેચ અને બાકીની પાંચ કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચો માટે ક્લબ સાથે જોડાશે," નોર્થમ્પટનશાયરએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
(4:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
