<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

યઝવેન્‍દ્ર ચહલ કાઉન્‍ટી ક્રિકેટ રમશેઃ નોર્થમ્‍પટેન શાયર સાથે જોડાયો

નવી દિલ્‍હી : ભારતીય લેગ સ્‍પિનર યુઝવેન્‍દ્ર ચહલ ‘કાઉન્‍ટી ચેમ્‍પિયનશીપ ડીવીઝન ટુ' માં બાકીની પાંચ મેચો અને વન-ડે કપની અંતિમ મેચો રમવા માટે નોર્થમ્‍પટનશાયર સાથે જોડાયો છે. ૩૪ વર્ષીય ચહલે ભારત માટે અત્‍યાર સુધીમાં ૭ર વન-ડે અને ૮૦ ટી-ર૦ ઇન્‍ટરનેશનલ મેચ રમી છે અને બંને ફોર્મેટમાં ર૧૭ વિકેટ લીધી છે. તેણે ભારત માટે એક પણ ટેસ્‍ટ મેચ રમી નથી. તે લગભગ એક વર્ષથી ટીમ ઇન્‍ડીયા તરફથી રમ્‍યો નથી.

નોર્થમ્‍પટેન શાયરએ તેની વેબસાઇટ પર જણાવ્‍યું હતું કે ભારતના ટી-ર૦ વર્લ્‍ડ કપ વિજેતા અભિયાનમાં ભૂમિકા ભજવનાર ચહલ કેન્‍ટ સામેની મેચ માટે કેન્‍ટરબરીના પ્રવાહ પહેલા ટીમ સાથે જોડાશે.

નોર્થમ્‍પટન શાયર કાઉન્‍ટી ક્રિકેટ કલબ  એ જાહેરાત કરતા આનંદ અનુભવે છે કે ભારતીય આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટર યુઝવેન્‍દ્ર ચહલ કેન્‍ટમાં રમાનારી અંતિમ વન-ડે કપ મેચ અને બાકીની પાંચ કાઉન્‍ટી ચેમ્‍પિયનશીપ, મેચો માટે કલબ સાથે જોડાશે. નોર્થમ્‍પટન શાયરએ એક નિવેદનમાં જણાવ્‍યું હતું.

(10:31 AM IST)