<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

યુઝવેન્‍દ્ર ચહલનો જાદુ, ડેબ્‍યુ મેચમાં લીધી પ વિકેટ

વિદેશી ધરતી પર ચાલ્‍યો

નવી દિલ્‍હીઃ લાંબા સમયથી ભારતીય ટીમની બહાર રહેલા સ્‍પિનર યુઝવેન્‍દ્ર ચહલે કાઉન્‍ટી ક્રિકેટમાં કમાલ કરી હતી. તેણે નાર્થમ્‍પટનશર માટે પોતાની ડેબ્‍યુ મેચમાં જ તેણે વન ડે કપમાં ભુતપૂર્વ કાઉન્‍ટી ટીમ કેન્‍ટ સ્‍પિટફાયર્સ સામે ૧૦ ઓવરમાં ૧૪ રન આપીને ૫ વિકેટ લીધી હતી.ચહલના આ પ્રદર્શનને કારણે નાર્થમ્‍પટશનરએ કેન્‍ટ સ્‍પિટફાયર્સને ૯ વિકેટથી હરાવ્‍યું. ચહલ ઉપરાંત જસ્‍ટિન બ્રોડે પણ સારી બોલિંગ કરી હતી. તેણે ૧૬ રનમાં ૩ વિકેટ લીધી હતી. ચહલ અને બ્રોડની શાનદાર બોલિંગના કારણે વિપક્ષી ટીમ ૩૫.૧ ઓવરમાં ૮૨ રનમાં સમેટાઇ ગઇ હતી. જવાબમાં નાર્થમ્‍પટનશરની ટીમે ૧૪ ઓવરમાં ૧ વિકેટ ગુમાવીને ૮૬ રન બનાવ્‍યા હતા. ટુનામેન્‍ટની છેલ્લી મેચ રમી રહેલા નાર્થમ્‍પટનશરની આ સિઝનમાં આ પ્રથમ જીત છે.

(4:32 PM IST)