<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

વિનેશ ફોગાટની પહેલી પોસ્‍ટઃ ફોટો જોઈને દિલ તૂટી જશે

વિનેશ ફોગાટે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી,પરંતુ તેણે કેપ્‍શનમાં એક પણ શબ્‍દ નથી લખ્‍યો

નવી દિલ્‍હીઃ વિનેશે એક પોસ્‍ટ શેર કરી છે. તેણે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટો પર અનેક પ્રકારની કમેન્‍ટ્‍સ પણ આવી છે.

વિનેશે ઈન્‍સ્‍ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી છે. આમાં તે ઈમોશનલ જોવા મળી રહી છે. મહત્‍વની વાત એ છે કે આ ફોટોના કેપ્‍શનમાં વિનેશે કંઈ લખ્‍યું નથી. પરંતુ ઘણા ચાહકોએ વિનેશને પ્રોત્‍સાહિત કરવા માટે કોમેન્‍ટ કરી છે.

વિનેશે કોમનવેલ્‍થ ગેમ્‍સમાં ૩ ગોલ્‍ડ મેડલ જીત્‍યા છે. તેણે ૨૦૧૪, ૨૦૧૮ અને ૨૦૨૨માં ગોલ્‍ડ જીત્‍યો હતો. આ સાથે તેણે એશિયન ગેમ્‍સ ૨૦૧૮માં પણ ગોલ્‍ડ મેડલ જીત્‍યો હતો

(4:36 PM IST)