<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

મને લાગ્‍યુ કે તે કયાંક મરી જશે.. વિનેશના કોચે ફેસબુક પર પોસ્‍ટ મુકયા બાદ ડિલીટ કરી

નવી દિલ્‍હીઃ વિનેશ ફોગાટના કોચ વોલાર અકોસે ફેસબુક પોસ્‍ટમાં લખ્‍યું કે વિનેશ ફોગાટે લગભગ સાડા પાંચ કલાક સુધી વજન ઘટાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ થઈ શકી નહીં. આ પછી મને લાગ્‍યું કે તે કયાંક મરી જશે... જો કે, વોલાર અકોસે પછીથી પોસ્‍ટ કાઢી નાખી. તેણે પોતાની પોસ્‍ટમાં લખ્‍યું છે કે સેમી ફાઈનલ બાદ વિનેશ ફોગાટનું વજન ૨.૭ કિલો વધુ હતું. અમે એક કલાક અને વીસ મિનિટ સુધી કસરત કરી, પરંતુ હજુ પણ ૧.૫ કિલો વજન બાકી હતું. ફાઈનલ પહેલા વિનેશ ફોગાટનું વજન માત્ર ૧૦૦ ગ્રામ વધુ હતું. જે બાદ તેમને અયોગ્‍ય જાહેર કરવામાં આવ્‍યા હતા.

વોલાર અકોસ આગળ કહે છે કે અમારી પાસે કોઈ વિકલ્‍પ નહોતો, અમે અડધી રાતથી સવારના સાડા પાંચ વાગ્‍યા સુધી ખૂબ જ મહેનત કરી. વિનેશ ફોગાટ અલગ-અલગ કાર્ડિયો મશીનો પર કામ કરતી રહી, જેથી તેનું વજન ઓછું કરી શકાય. તે એક કલાકમાં માત્ર ૨-૩ મિનિટ આરામ કરી રહી હતી, ત્‍યારબાદ તે પડી ગઈ, પરંતુ અમે તેને કોઈક રીતે ઉપાડ્‍યો. ‘મેં ઇરાદાપૂર્વક નાટકીય વિગતો લખી નથી, પરંતુ મને ફક્‍ત યાદ છે કે તેણી મળત્‍યુ પામી શકે છે,'બાદમાં વોલાર અકોસે તેની ફેસબુક પોસ્‍ટ ડિલીટ કરી દીધી હતી.(

(2:47 PM IST)