<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th August 2024

16 વર્ષ પહેલા 18 ઓગસ્ટે વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરી સફળતાનો કર્યો હતો પ્રારંભઃ ક્રિકેટના 'કિંગ' તરીકેનો મળ્યો હતો ખિતાબ

એમએસ ધોની બાદ કોહલીને ત્રણેય ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો હો

નવી દિલ્‍હીઃ  16 વર્ષ પહેલા 18 ઓગસ્ટે વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. કોહલીએ પોતાની કારકિર્દીની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ શ્રીલંકા સામે રમી હતી. તેણે ODI દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેની કારકિર્દીની શરૂઆતથી જ, કિંગ કોહલીએ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનું શરૂ કર્યું અને પછી તેને ક્રિકેટના 'કિંગ' તરીકેનો ખિતાબ મળ્યો.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યા પછી તેના શાનદાર પ્રદર્શનને કારણે વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયામાં પોતાની જગ્યા પાક્કી કરી હતી. પછી ધીમે-ધીમે તેને કેપ્ટન તરીકે જોવામાં આવવા લાગ્યો. ત્યારબાદ એમએસ ધોની બાદ કોહલીને ત્રણેય ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો. કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયાએ નવી ઊંચાઈઓ હાંસલ કરી છે.

ODI દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર કિંગ કોહલીએ ધીરે-ધીરે ત્રણેય ફોર્મેટમાં ટીમમાં પોતાની જગ્યા બનાવી લીધી. 2010માં તેને T20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યું અને પછી 2011માં કિંગ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યો. ત્રણેય ફોર્મેટમાં ટીમમાં જગ્યા બનાવ્યા બાદ કોહલીએ ક્યારેય પાછળ વળીને જોયું નથી. ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતતાની સાથે જ વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલને અલવિદા કહી દીધું હતું.

વિરાટ કોહલીએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી 113 ટેસ્ટ, 295 વનડે અને 125 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટની 191 ઇનિંગ્સમાં તેને 49.15ની એવરેજથી 8848 રન બનાવ્યા છે. કિંગ કોહલીએ ટેસ્ટમાં 29 સદી અને 30 અડધી સદી ફટકારી છે, જેમાં તેનો ઉચ્ચ સ્કોર 254* રન છે.

ODIની 283 ઇનિંગ્સમાં તેને 58.18ની એવરેજથી 13,906 રન બનાવ્યા છે, જેમાં 50 સદી અને 72 અડધી સદી સામેલ છે. T20 ઇન્ટરનેશનલની બાકીની 117 ઇનિંગ્સમાં, કિંગ કોહલીએ 48.69ની એવરેજ અને 137.04ના સ્ટ્રાઇક રેટથી 4188 રન બનાવ્યા, જેમાં 1 સદી અને 38 અડધી સદી સામેલ છે.

(2:00 PM IST)