News of Sunday, 18th August 2024
ટેસ્ટ ઇતિહાસની પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 1877માં રમાઈ હતી જેને આજે ૧પ૦મી વર્ષગાંઠ તરીકે શાનદાર અને ભવ્ય રીતે ઉજવવા બંને ટીમમાં હર્ષ ઉલ્લાસ
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર બંને ટીમો એનિવર્સરી પર એકમાત્ર ટેસ્ટ મેચમાં ટકરાશે

નવી દિલ્હીઃ ટેસ્ટ ક્રિકેટને 2027 માં 150 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ટેસ્ટની 150મી એનિવર્સરીને લઈને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડનો પ્લાન સામે આવ્યો છે. ટેસ્ટ ઇતિહાસની પ્રથમ મેચ બંને ટીમો વચ્ચે રમાઈ હતી.
ટેસ્ટ ક્રિકેટ 2027 માં 150 વર્ષ પૂર્ણ કરશે. ટેસ્ટની 150મી એનિવર્સરીની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડનો પ્લાન સામે આવ્યો છે. બંને ટીમો એનિવર્સરી પર એકમાત્ર ટેસ્ટ મેચમાં ટકરાશે. આ મુકાબલો ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર થશે. ટેસ્ટ ઇતિહાસની પહેલી મેચ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 1877માં રમાઈ હતી, જે મેલબોર્નના મેદાનમાં રમાઇ હતી. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે લાંબા સમયથી ચાલતી હરીફાઈ છે, જેને એશિઝ તરીકે ઓળખવામાં આવે છે. એશિઝ સૌથી જૂની સિરીઝ છે.
150 મી એનિવર્સરી પર રમાનારી એકમાત્ર ટેસ્ટ એશિઝનો ભાગ હશે કે કેમ તે અંગે હાલમાં અનિશ્ચિતતા છે. 1977માં જ્યારે ટેસ્ટ ક્રિકેટે 100 વર્ષ પૂરાં કર્યાં, ત્યારે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા એમસીજીમાં સામસામે ટકરાયા હતા. તે સમયે ગ્રેગ ચેપલની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયન ટીમે ઈંગ્લેન્ડને 45 રનથી હરાવ્યું હતું. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ નિક હોકલીએ કહ્યું કે માર્ચ 2027માં MCG ખાતે 150મી એનિવર્સરીની ટેસ્ટ મેચ યોજાશે, જે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટની શાનદાર ઉજવણી થશે. અમે તે પ્રસંગે ઇંગ્લેન્ડની યજમાની માટે આતુર છીએ.
MCG માત્ર 150મી એનિવર્સરી મેચ જ નહીં પરંતુ આગામી સાત વર્ષ સુધી અહીં બોક્સિંગ ડે ટેસ્ટનું પણ આયોજન કરશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 2030-31 સુધી પુરુષોની આંતરરાષ્ટ્રીય મેચો માટે સ્થળ ફાળવણી જાહેર કરી છે. આ ટેસ્ટ નવા વર્ષમાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાય છે. સીએએ પણ આ પરંપરા ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. હોકલીએ કહ્યું કે, અમને લાંબા ગાળાના હોસ્ટિંગ અધિકારોની પુષ્ટિ કરવામાં આનંદ થાય છે, જે આગામી સાત વર્ષમાં કેટલીક અદભૂત ક્રિકેટ મેચો માટે સ્થળની નિશ્ચિતતા પ્રદાન કરશે. અમને વિશ્વાસ છે કે દેશભરના શ્રેષ્ઠ સ્થળો પર યોગ્ય સમયે શ્રેષ્ઠ ક્રિકેટ રમાશે.
(2:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
