તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Sunday, 18th August 2024
દિલ્હી પ્રીમિયર લીગમાં ઋષભ પંત એક નવા અવતારમાં દેખાયો : બોલિંગ કરતા જોવા મળ્યો. : જુઓ વિડિઓ
છેલ્લી ઓવરમાં સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સને જીતવા માટે 1 જ રનની જરુર હતી. ઋષભ પંતે બોલિંગ નાખી .....

https://twitter.com/indianspirit070/status/1824882267698979290
ભારતના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે શનિવારે 17 ઓગસ્ટે દિલ્હીમાં એક ટી20 ટૂર્નામેન્ટમાં રમતો જોવા મળ્યો. દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશને દિલ્હી પ્રીમિયર લીગ ટી20ની શરુઆત કરી છે. આ ટૂર્નામેન્ટમાં ઋષભ પંત જૂની દિલ્હી 6 માટે રમતો અને કેપ્ટનશિપ કરતો જોવા મળ્યો. જો કે તેની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ મેચમાં એક એવી વસ્તુ જોવા મળી જે અત્યાર સુધીમાં ઋષભ પંતની કરિયરમાં જોવા મળી ન હતી. ઋષભ પંત થોડીક ક્ષણ માટે એક નવા અવતારમાં જ જોવા મળ્યો.
ઋષભ પંત ડીપીએલ ટી20 ટૂર્નામેન્ટમાં દિલ્હી 6ની કેપ્ટનશિપ કરતો જોવા મળ્યો પરંતુ વિકેટકીપરની ભૂમિકા ભજવી ન હતી. તેમની ટીમ તરફથી વંશ બેદીએ વિકેટકીપરની જવાબદારી સંભાળી પરંતુ તે પોતે ફીલ્ડર તરીકે મેદાનમાં જોવા મળ્યો. આ ઉપરાંત એક ચોંકાવનારી વાત એ રહી કે ઋષભ પંત છેલ્લી ઓવરમાં પોતે બોલિંગ કરતો નજરે પડ્યો. ઋષભ પંતે પોતાના પ્રોફેશનલ કરિયરમાં બોલિંગ કરી નથી પરંતુ અહીં તે બોલિંગ કરતા જોવા મળ્યો.
જો કે ઋષભ પંત તે સમયે બોલિંગ કરવા ઉતર્યો જ્યારે મેચમાં કંઈ બાકી ન હતું. છેલ્લી ઓવરમાં સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સને જીતવા માટે 1 જ રનની જરુર હતી. ઋષભ પંતે પહેલો જ બોલ ફુલોટસ ફેંક્યો જેના પર 1 રન આવ્યો અને સાઉથ દિલ્હીની ટીમે મેચ જીતી લીધી. આ મેચમાં દર્શક ઋષભ પંતની બેટિંગ જોવા આવ્યા હતા પરંતુ શરુઆતની અનેક ઓવરમાં તે સંઘર્ષ કરતો જોવા મળ્યો. એક સમયે રન પ્રતિ બોલ રમી રહ્યો હતો પરંતુ અંતે એટે કે કરતા તેણે 32 બોલમાં 35 રનની ઈનિંગ રમી.
સાઉથ દિલ્હીના કેપ્ટન આષુષ બદોનીએ 29 બોલમાં 57 રન ફટકાર્યા. એક ચોગ્ગો અને 6 છગ્ગાની સાથે તેણે હાફસેન્ચુરી ફટકારી. બોલિંક કરતા તેને 1 વિકેટ પણ મળી. જો કે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પ્રિન્સ આર્યાને મળ્યો જેણે 30 બોલમાં 57 રનની ઈનિંગ રમી હતી.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
