<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

અમારી લડાઇ ખતમ નથી થઇ, સત્‍યની જીત થઇને જ રહેશેઃ વિનેશ ફોગાટ

નવી દિલ્‍હી તા. ૧૯: દિલ્‍હી એરપોર્ટથી વિનેશે પોતાના ગામ સુધીનો રોડ શો કર્યો. એ દરમ્‍યાન હરિયાણાની કેટલીયે ગ્રામ પંચાયતોએ તેનું સ્‍વાગત કર્યું. ગામ પહોંચ્‍યા પછી વિનેશે પોતાના પ્રશંસકોને સંબોધિત કરતા કહ્યું કે કુશ્‍તીના ભલા માટે તેમની લડાઇ ચાલુ જ  રહેશે. વિનેશે કહ્યું, '' હું અમારી લડાઇ ખતમ નથી થઇ. આ લડાઇ ચાલુ રહેશે. હું ભગવાનને પ્રાર્થના કરૂં છું કે સત્‍યની જીત થાય. મને દેશના લોકો, મારા ગામ અને પરિવારનો જે પ્રેમ મળ્‍યો છે તેનાથી મને આ ઝટકામાંથી બહાર નીકળવામાં મદદ મળી છે. ઓલંપિકમાં મેડલ ચૂકવવા બાબતે વિનેશે કહ્યું, ‘‘મેડલથી ચૂકી જવું એ મારી જીંદગીનો સૌથી મોટો ઝટકો છે. હું નથી જાણતી કે તેમાંથી બહાર નિકળવામાં કેટલો સમય લાગશે, પણ મને તમારા તરફથી જે હિંમત મળી છે તેનો ઉપયોગ યોગ્‍ય દિશામાં કરવા માંગું છું.

(3:51 PM IST)