News of Tuesday, 20th August 2024
બાંગ્લાદેશમાં નહીં રમાય મહિલા ટી-20 વર્લ્ડ કપ : રાજકીય ઉથલપાથલ વચ્ચે ICCનો મોટો નિર્ણય
હવે આ ટુર્નામેન્ટ બાંગ્લાદેશને બદલે સંયુક્ત આરબ અમીરાતમાં રમાશે: 3 થી 20 ઓક્ટોબર દરમિયાન યોજાનારી આ ઈવેન્ટ હવે દુબઈ અને શારજાહમાં યોજાશે

બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ICCએ હવે મોટો નિર્ણય લીધો છે. ICCએ મહિલા T20 વર્લ્ડ કપ 2024નું સ્થળ બદલ્યું છે. હવે આ ટુર્નામેન્ટ બાંગ્લાદેશને બદલે સંયુક્ત આરબ અમીરાતમાં રમાશે. 3 થી 20 ઓક્ટોબર દરમિયાન યોજાનારી આ ઈવેન્ટ હવે દુબઈ અને શારજાહમાં યોજાશે.
ICCએ કહ્યું, 'ટૂર્નામેન્ટની નવમી આવૃત્તિ હવે સંયુક્ત આરબ અમીરાત (UAE)માં થશે અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) આ ઇવેન્ટનું આયોજન કરવાનું ચાલુ રાખશે. ટૂર્નામેન્ટ 3 થી 20 ઓક્ટોબર દરમિયાન UAEના બે સ્થળો - દુબઈ અને શારજાહમાં યોજાશે..
CCના ચીફ એક્ઝિક્યુટિવ જ્યોફ એલાર્ડિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન ન કરવું એ શરમજનક છે કારણ કે આપણે જાણીએ છીએ કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એક યાદગાર ઇવેન્ટ આપી હોત.
જ્યોફ એલાર્ડિસે જણાવ્યું કે, હું બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની ટીમનો આભાર માનું છું કે તેણે બાંગ્લાદેશમાં આ ઈવેન્ટનું આયોજન કરવા માટે તમામ માર્ગો શોધી કાઢ્યા. જો કે, તેઓ હોસ્ટિંગ અધિકારો જાળવી રાખશે. ICCની વૈશ્વિક ઇવેન્ટને બાંગ્લાદેશમાં લઈ જવા માટે આતુર છીએ."
ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું શિડ્યૂલ
- ભારત vs ન્યુઝીલેન્ડ: 5 ઓક્ટોબર
- ભારત vs પાકિસ્તાન: 7 ઓક્ટોબર
- ભારત vs શ્રીલંકા: 10 ઓક્ટોબર
- ભારત vs ઓસ્ટ્રેલિયા: 14 ઓક્ટોબર
(9:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
