<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

સ્‍પિનર સાંઇ કિશોરને ટેસ્‍ટ મેચ રમવા છે, બોર્ડ સમક્ષ કરી માંગણી

નવી દિલ્‍હીઃ તામિલનાડુના સ્‍ટાર સ્‍પિનર સાંઇ કિશોરે ભારતીય ક્રિકેટ બોર્ડ સામે મોટી માંગણી કરી છે. એક ઇન્‍ટરવ્‍યુમાં ૨૭ વર્ષના આ સ્‍પિનરે કહ્યુ કહ્યું હતુ કે ‘મને લાગે છે કે હું દેશમાં સર્વશ્રેષ્‍ઠ સ્‍પિનરોમાંથી એક છું. મને ટેસ્‍ટ મેચમાં રમાડો, હું તૈયાર છું રવિન્‍દ્ર જાડેજા પણ છે હું તેની સાથે કયારેય રેડ બોલ ફોર્મેટમાં રમ્‍યો નથી. એથી તે શુ કરે છે એ જોવું એક સારો અનુભવ હશે.'

પાંચ સપ્‍ટેમ્‍બરથી શરૂ થનારી દુલીપ ટ્રોયીમાં સાંઇ કિશોર ટીમ-બીમાં અભિમન્‍યુ ઇશ્વરની કેપ્‍ટન્‍સી હેઠળ રમશે. ૨૦૨૩ની એશિયન ગેમ્‍સમાં સાંઇ કિશોરને ભારત માટે ટી-૨૦ ઇન્‍ટરનેશનલ રમવાની તક મળી હતી. તેણે ત્રણ મેચમાં ચાર વિકેટ લીધી હતી. ૩૯ ફર્સ્‍ટ ક્‍લાસ મેચમાં તેણે ૧૬૬ વિકેટ, ૫૪ લીસ્‍ટ-એ મેચોમાં ૯૨ વિકેટ અને આઇપીએલ સહિતની સ્‍થાનિક ટી-૨૦ લીગની ૬૨ મેચમાં ૭૦ વિકેટ લીધી છે.

(2:51 PM IST)