<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

એક સમયે મને પણ આત્‍મહત્‍યાના વિચારો આવતા હતાઃ ઉથપ્‍પા

પૂર્વ ક્રિકેટરે ડીપ્રેશન વિશે વાત કરતાં કહ્યું

નવી દિલ્‍હીઃ ૩૮ વર્ષના ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્‍પાએ પોતાની યુટ્‍યુબ ચેનલ પર ડિપ્રેશન વિશે મોટો ખુલાસો કરતા કહ્યું હતું કે ‘ભૂતકાળમાં પણ આપણે એવા એથ્‍લીટ્‍સ અને ક્રિકેટરો વિશે સાંભળ્‍યું છે જેમણે ડિપ્રેશનને કારણે પોતાનો જીવ લીધો હતો. હું પોતે પણ આ પરિસ્‍થિતિમાંથી પસાર થયો છું. હું એ હકીકતથી વાકેફ છું કે આ કોઈ સુંદર યાત્રા નથી. એ કમજોર, કંટાળાજનક અને બોજારૂપ લાગે છે.

પોતાના મુશ્‍કેલ સમયને યાદ કરતાં ઉથપ્‍પાએ કહ્યું હતું કે શ્નમને યાદ છે કે ૨૦૧૧માં હું એક વ્‍યક્‍તિ તરીકે કોણ બની ગયો એની મને એટલી શરમ હતી કે હું મારી જાતને અરીસામાં જોઈ શકતો નહોતો. હું જાણું છું કે એ ક્ષણોમાં હું કેટલો ખોવાઈ ગયો હતો. મારું અસ્‍તિત્‍વ બોજ બની ગયું હતું. હું જીવનમાં હેતુપૂર્ણ બનવાથી કેટલો દૂર ભટકી ગયો હતો.

રોબિન ઉથપ્‍પાએ વર્ષ ૨૦૦૯ અને ૨૦૧૧ વચ્‍ચેના તેના જીવનના સૌથી સંઘર્ષપૂર્ણ દિવસોને યાદ કર્યા, જયારે તે આત્‍મહત્‍યા કરવાનું વિચારી રહ્યો હતો. તેણે આ પરિસ્‍થિતિમાંથી પસાર થતા લોકોને કહ્યું, પરિસ્‍થિતિ ગમે એવી હોય, મારી જેમ તમે પણ ડિપ્રેશનમાંથી બહાર આવી જ શકો છો.

(10:27 AM IST)