<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

ઓડીસ્‍સા સરકાર દેશની હોકી ટીમને ૨૦૩૬ સુધી સ્‍પોન્‍સર કરશે

બ્રોન્‍ઝ મેડલ જીતેલી હોકી ટીમને ૧૫ લાખ અને સપોર્ટ સ્‍ટાફને ૧૦ લાખનો ચેકઃ બ્રીજેશને ૫૦ લાખ મળ્‍યા

નવી દિલ્‍હીઃ ભુવનેશ્વરમાં ઓડિશા સરકારે ભારતીય હોકી ટીમનું ઉષ્‍માભર્યું સ્‍વાગત કરીને દરેક ખેલાડીનું સન્‍માન કર્યું હતું. એરપોર્ટથી લઈને સ્‍ટેડિયમ સુધી ઓલિમ્‍પિક મેડલિસ્‍ટ ટીમને શાનદાર સ્‍વાગત મળ્‍યું હતું. ભારતીય ટીમના કેપ્‍ટન હરમનપ્રીત સિંહે હોકી ઇન્‍ડિયાના ઓફિશ્‍યલ સ્‍પોન્‍સર ઓડિશા સરકારનો ખેલાડીઓ માટે વિવિધ સુવિધા અને પ્રેક્‍ટિસ માટે મેદાન આપવા માટે આભાર માન્‍યો હતો.

રાજયના મુખ્‍ય પ્રધાન મોહન ચરણ માઝીએ સન્‍માન સમારોહમાં તમામ ખેલાડીઓને ૧૫-૧૫ લાખ રૂપિયાની પ્રાઈઝ મનીનો ચેક આપ્‍યો હતો. રાજયના ખેલાડી અમિત રોહિદાસને ચાર કરોડનો અને સપોર્ટ સ્‍ટાફને ૧૦-૧૦ લાખ રૂપિયાનો ચેક મળ્‍યો હતો. પેરિસ ઓલિમ્‍પિક્‍સમાં હોકી સ્‍ટાર્સે બ્રોન્‍ઝ મેડલ જીત્‍યો એ પહેલાં ઓડિશા સરકારે ૨૦૩૬ સુધી ભારતીય હોકીને સ્‍પોન્‍સર કરવાની જાહેરાત કરી દીધી હતી.  આ બધા વચ્‍ચે ૫૦ લાખ રૂપિયા મેળવનાર ભૂતપૂર્વ હોકી ગોલકીપર પી.આર. શ્રીજેશ માટે કેરલા રાજયની સરકારે બે કરોડ રૂપિયાની પ્રાઇઝ મનીની જાહેરાત કરી હતી. શ્રીજેશ જુનિયર હોકી ટીમને કોચિંગ આપતાં પહેલાં ૨-૩ મહિના માટે માનસિક રીતે તૈયાર થવા પર ધ્‍યાન આપી રહ્યો છે.

(10:28 AM IST)