તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd August 2024
આલેલે.. ગંભીરની ઓલટાઇમ બેસ્ટ પ્લેઇંગ ઇલેવનમાં આપણો એકપણ ખેલાડી નથી

નવી દિલ્હીઃ ભારતીય ટીમના વર્તમાન હેડ કોચ ગૌતમ ગંભીરે તેની ઓલ ટાઇમ વર્લ્ડ બેસ્ટ પ્લેઇંગ-ઇલેવનની જાહેરાત કરી છે જેમાં તેણે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનના ત્રણ-ત્રણ ખેલાડીને સામેલ કર્યા છે. આ સિવાય સાઉથ આફ્રિકા, શ્રીલંકા, ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝના બે-બે ખેલાડીની પસંદગી કરવામાં આવી છે. તેણે એ ખેલાડીઓની પસંદગી કરી છે જેની સામે તે રમ્યો છે. એક પણ ભારતીય ખેલાડીને આ લિસ્ટમાં સામેલ ન કરીને તેણે સૌને ચોંકાવ્યા હતા.
ગૌતમ ગંભીરે સિલેક્ટ કરેલી પ્લેઇંગ-ઇલેવનઃ એડમ ગિલક્રિસ્ટ, મેથ્યુ હેડન, એ.બી. ડિવિલિયર્સ, બ્રાયન લારા, ઇન્ઝમામ-ઉલ-હક, એન્ડ્રુ સાયમન્ડ્સ, અબ્દુલ રઝાક, એન્ડ્રુ ફિલન્ટોફ, મુથૈયા મુરલીધરન, શોએબ અખ્તર, મોર્ને મોર્કલ.
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
