<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

બાંગ્‍લાદેશ ક્રિકેટ બોર્ડમાં પણ સતા પરીવર્તનઃ ફારૂક અહમદ પ્રમુખ

નવી દિલ્‍હીઃ બાંગ્‍લાદેશ ક્રિકેટ બોર્ડમાં પ્રમુખ નઝમુલ હસન પાપોનનો ૧૨ વર્ષ લાંબો કાર્યકાળ સમાપ્‍ત થઇ ગયો છે. તેમણે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું હતું. તેમના સ્‍થાને ભુતપુર્વ કેપ્‍ટન અને ચીફ સિલેકટર ફારૂક અહમદ બીસીબીના નવા પ્રમુખ બન્‍યા છે.

ઢાંકામાં જન્‍મેલા ફારૂક અહમદે પોતાની પ્રથમ મેચ ૧૯૮૮માં પાકિસ્‍તાન સામે રમી હતી. કરીયરમાં માત્ર સાત વન-ડે રમેલા ફારૂક અહમદે ૧૯૯૦માં ચંડીગઢમાં ભારત સામે આ ફોર્મેટમાં પોતાની સોૈથી મોટી ૫૭ રનની ઇનિંગ્‍સ રમી હતી

(5:12 PM IST)