તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th August 2024
ઈમોશનલ થઈને શિખર ધવને ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કર્યુ
ધવને ભારત માટે ૧૬૭ ODI , ૬૮ T20 અને ૩૪ ટેસ્ટ મેચ રમી છે : સ્ટાર બેટ્સમેન શિખર ધવને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવળત્તિ લેવાની જાહેરાત કરી છે : શિખરે ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૧૩માં શાનદાર પ્રદર્શન કર્યુ હતું

નવી દિલ્હી, તા.૨૪: ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શિખર ધવને ઈન્ટરનેશનલ ક્રિકેટ અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. શિખર છેલ્લા દોઢ વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર હતો. શિખર ધવને પોતાના એક્સ એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કરીને આ જાણકારી આપી હતી. શિખરે લખ્યું, હું મારી ક્રિકેટ સફરના આ પ્રકરણનો અંત કરી રહ્યો છું. તેથી હું મારી સાથે અગણિત યાદો લઈને જઈ રહ્યો છું. પ્રેમ અને સમર્થન બદલ આભાર! જય હિન્દ!
શિખરે વીડિયો પોસ્ટ કર્યો અને કહ્યું, હેલો, આજે હું એવા સ્થાને ઉભો છું જ્યાંથી જ્યારે હું પાછળ જોઉં છું તો યાદો દેખાય છે પરંતુ આગળ આખી દૂનિયા છે. મારું હંમેશા એક જ લક્ષ્ય હતું ભારત માટે રમવું. જે પણ થયું. જેના માટે હું અનેક લોકોનો આભાર માનું છું. સૌ પ્રથમ મારો પરિવાર, મારા બાળપણના કોચ જેમની પાસેથી હું ક્રિકેટ શીખ્યો છું. હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને સ્થાનિક ક્રિકેટને અલવિદા કહી રહ્યો છું. હું BCCIનો પણ ખૂબ આભાર માનું છું. જેણે મને તક આપી.
૨૦૧૦માં, ધવનને ઓસ્ટ્રેલિયા સામેની ODIમાં ભારત માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરવાની તક મળી હતી. વર્ષ ૨૦૧૧માં તેણે ટી૨૦ અને ૨૦૧૩માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ૨૦૧૩ ધવનની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ વર્ષ હતું. જ્યારે તેણે ૨૬ ODI મેચમાં ૧૧૬૨ રન બનાવ્યા હતા. આ જ વર્ષે ધવને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ૫ મેચમાં ૩૬૩ રન બનાવ્યા હતા. ભારત આ વર્ષે ત્રીજી વખત ICC ઇવેન્ટમાં ચેમ્પિયન બન્યું છે. આ પછી ધવનને ટીમમાં તકો મળતી રહી.
ધવને ભારત માટે ૧૬૭ ODI, ૬૮ T20 અને ૩૪ ટેસ્ટ મેચ રમી છે. તેના નામે ટેસ્ટમાં ૭ સદી સાથે ૨૩૧૫ છે જ્યારે વનડેમાં તેણે ૧૭ સદીની ઇનિંગ્સની મદદથી ૬૭૮૨ રન બનાવ્યા છે. ટી૨૦માં ધવને ૧૧ અડધી સદી ફટકારીને ૧૭૫૯ રન બનાવ્યા છે. ધવને તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ૧૦ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ બાંગ્લાદેશ સામે રમી હતી. આ પછી તેને કયારેય ટીમ ઈન્ડિયામાં તક મળી નથી
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
