<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસનનું નામ હત્યા કેસમાં સામેલ : રિપોર્ટ

નવી દિલ્હી:રૂબેલના પિતા રફીકુલ ઈસ્લામ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જેમાં 154 સ્થાનિક અવામી લીગના નેતાઓ અને કાર્યકરોના નામ છે જેમને 7 ઓગસ્ટના રોજ તેમના પુત્રના મૃત્યુ માટે જવાબદાર ગણવામાં આવ્યા હતા.  તેમાં સાકિબ અને તત્કાલીન વડાપ્રધાન શેખ હસીનાનું નામ પણ સામેલ છે, જેઓ પાછળથી ભારત ગયા હતા.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “આ સિવાય 400-500 અજાણ્યા લોકોને પણ આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા છે. કેસ અનુસાર, રૂબેલે 5 ઓગસ્ટના રોજ સરકારી નોકરીઓમાં અનામત સુધારાની માંગ સાથે વિદ્યાર્થીઓના આંદોલનના શાંતિપૂર્ણ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. હસીના અને અન્ય આરોપીઓના આદેશથી આ ઘટનામાં રુબેલ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને બાદમાં તેનું મોત નીપજ્યું હતું.

 

(7:01 PM IST)