<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

દિલ્હી કેપિટલ્સમાં જોવા મળી શકે છે યુવરાજ સિંહઃ અગાઉ આશિષ નેહરાને રિપ્લેસ કરવાનું હતુ ચર્ચામાં

IPL 2025 માટે મેગા ઓક્શન કરવાની તૈયારીઓ ચાલુ

નવી દિલ્‍હીઃ આ વખતે IPL 2025 માટે મેગા ઓક્શન કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ કારણે ટીમોમાં મોટા પ્રમાણમાં ફેરફાર જોવા મળશે. આ મેગા ઓક્શન પહેલા પણ IPL ફ્રેન્ચાઈઝી પોતાની ટીમના કેપ્ટન અને કોચની ભૂમિકાને લઈને મંથન કરવામાં વ્યસ્ત છે.
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે દિલ્હી કેપિટલ્સે ટીમના કોચિંગ રોલ માટે ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહનો સંપર્ક કર્યો છે. ગયા મહિનાની શરૂઆતમાં, દિલ્હી કેપિટલ્સે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગ સાથેનો સાત વર્ષનો કરાર સમાપ્ત કર્યો હતો. સ્પોર્ટસ્ટારના એક અહેવાલ મુજબ, દિલ્હી કેપિટલ્સ છેલ્લી 3 સીઝનમાંથી કોઈપણમાં પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકી ન હતી અને 2024માં 6ઠ્ઠું સ્થાન મેળવ્યું હતું, તેથી હવે ફ્રેન્ચાઇઝી રિકી પોન્ટિંગની જગ્યાએ યુવરાજ સિંહને ટીમમાં સામેલ કરવા માંગે છે.

(11:30 AM IST)