<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

કાનપુર સુપરસ્ટાર્સે નોઈડા સુપર કિંગ્સને 7 વિકેટે હરાવ્યું : સમીર રિઝવીએ ધૂમ મચાવી

કાનપુર સુપરસ્ટાર્સે શાનદાર પ્રદર્શન કર્યું:સિઝનમાં બીજી જીત હાંસલ કરી:120 રનના સ્કોરનો પીછો કરતા કાનપુરે 3 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કર્યો

 

યુપી ટી20 લીગ 2024માં શુક્રવારે કાનપુર સુપરસ્ટાર્સનો સામનો નોઈડા સુપર કિંગ્સ સામે થયો હતો. આ મેચમાં કાનપુર કાનપુર સુપરસ્ટાર્સે શાનદાર પ્રદર્શન કર્યું અને આ સિઝનમાં બીજી જીત હાંસલ કરી. 120 રનના સ્કોરનો પીછો કરતા કાનપુરે 3 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

   120 રનના સ્કોરનો પીછો કરવા આવેલી કાનપુરની ટીમની શરૂઆત સારી રહી ન હતી. મોહમ્મદ આશયાન 4 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી શોએબ સિદ્દીકી અને આદર્શ સિંહે ઇનિંગની કમાન સંભાળી હતી. આદર્શ 31 બોલમાં 25 રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ સુકાની સમીર રિઝવીએ ઇનિંગની કમાન સંભાળી હતી. સમીર રિઝવીએ 33 રનની ઇનિંગ રમી હતી. તેના આઉટ થયા બાદ શોએબ સિદ્દીકીએ ટીમને જીત તરફ દોરી હતી.

   પ્રથમ બેટિંગ કરવા આવેલી નોઈડા સુપર કિંગ્સ ટીમ કંઈ ખાસ કરી શકી ન હતી. ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 119 રન બનાવ્યા હતા. ટીમ તરફથી મોહમ્મદ શરીમે સૌથી વધુ 20 બોલમાં 37 રન બનાવ્યા હતા. પોતાની ઇનિંગ દરમિયાન તેણે એક ફોર અને 4 સિક્સર ફટકારી હતી. મોહસીન ખાને કાનપુર સુપરસ્ટાર્સ માટે હલચલ મચાવી હતી. તેણે 27 રનમાં 2 વિકેટ લીધી હતી. તેના સિવાય મુકેશ કુમારે પણ 2 વિકેટ ઝડપી હતી. જ્યારે અંકુર મલિક, શુભમન મિશ્રા, આકિબ ખાન, વિનીતે એક-એક વિકેટ લીધી હતી

(12:12 AM IST)